તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:વલસાડના વાપીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના ઈરાદે શ્રમિકની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો, સગીર સહિત 2 ઝડપાયા

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટમાં ફક્ત 500 રૂપિયા જ મળતા ઉશ્કેરાઈને હત્યા નિપજાવ્યાનો ખુલાસો

વલસાડ જિલ્લાના વાપીમાં બુનમેક્ષ સ્કૂલના મેદાન પાછળ ખુલ્લી જગ્યામાં 1 જૂને નિવસ્ત્ર હાલતમાં લાશ મળી હતી. વાપી ટાઉન પોલીસ જવાનોએ તપાસ કરતા હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન જઈ રહેલા શ્રમિકને લૂંટના ઇરાદે માર મારી હત્યા કરી ભાગી ગયા હતા. શ્રમજીવી પાસેથી રૂ.500ની લૂંટ કરી સગીર સહિત 2 ઈસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે બંનેને ઝડપી પાડી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વાપીના ચલા વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ બુનમેક્ષ સ્કૂલની પાછળ ખુલ્લા મેદાનમાં મોડી રાત્રે અમરસિંહ ડામોર નામના શ્રમજીવી વ્યક્તિની હત્યા થઈ હતી. મૃતક અમરસિંહ ડામોર બે મહિના અગાઉ જ રોજગારી માટે રાજસ્થાન પત્ની અને બાળકોને ગામ મૂકીને વાપી મજૂરી કરવા આવ્યા હતો. વાપીના ચલા વિસ્તારમાં શ્રમજીવી વિસ્તારમાં રહેતા પોતાના બેન અને બનેવી સાથે રહેતા હતા.. અને કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.. જોકે તેમની કોઇ અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મૃતક નો મૃતદેહ પણ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. આથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.. જોકે શ્રમજીવી પરિવારમાં માત્ર બે મહિના અગાઉ જ રાજસ્થાન થી વાપી આવેલા અમરસિંહ ની હત્યા કોણે કરી અને કેમ કરી.??? તે અંગે એક મોટું રહસ્ય સર્જાયું હતું..આથી કોઈ પણ જાતના પુરાવા ઓ કે આધાર વિનાના આ હત્યા નું રહસ્ય ઉકેલવુ પોલીસ માટે પડકારરૂપ હતું.. તેમ છતાં શરુઆતમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ના પી આઇ બી.જે.સરવૈયા અને વલસાડ જિલ્લા એલસીબી પોલીસ ના પી આઇ ગૌસ્વામી એ હત્યાનો ભેદ ઉકેલવા પોતાની તમામ તાકાત લગાવી અંધારામાં શરૂઆત કરી હતી ..પરંતુ ગણતરીના દિવસોમાં જ પોલીસની મહેનત રંગ લાવી.. અને વાપી ટાઉન પોલીસ સ્ટેશન ના પી આઇ બી.જે.સરવૈયા અને તેમની ટીમ ને આ સનસનીખેજ હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.. અને 2 આરોપીઓ ને પણ દબોચી લીધા છે..

પોલીસની પ્રાથમિક તપાસમાં જે વાત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.. કારણ કે મૃતક અમરસિંહ ની હત્યા માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે જે કરવામાં આવી હતી.. ગંભીર વાત એ છે કે હત્યાના ગુનામાં પોલીસના હાથે લાગેલા બે આરોપીઓ માં એક આરોપી સગીર વયનો છે.

પોલીસે હત્યા ના આ ગુનામાં વાપીના મુક્તાનંદ માર્ગ પર રહેતા વિશાલ હસમુખભાઈ હળપતિ ની ધરપકડ કરી છે. આ રીઢા આરોપીએ કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય એક સગીરની પણ લૂંટ અને હત્યા માટે મદદ લીધી હતી. બંને આરોપીઓ બનાવ ના દિવસે પૈસાની જરૂર હોવાથી લૂંટના ઇરાદે પહોંચ્યા હતા. એ વખતે જ મૃતક અમરસિંહ ડામોર ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઈને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપી ની સાથે મળી વિશાલ હળપતિ એ મૃતક પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ બેહોશ થઈ ગયેલા મૃતક અમરસિંહ ડામોર ના પાસે રહેલા થેલામાં તપાસ કરતાં માત્ર 500 રૂપિયા નિકળ્યા હતા. આથી શિકાર પાસે થી માત્ર 500 રૂપિયા જ મળતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને આવેશ. આવી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આરોપીઓ એ ભોગ બનનાર પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી. પરંતુ લૂંટમાં માત્ર પાંચસો રૂપિયા જ હાથે લાગતા આરોપીઓએ ઉશ્કેરાઈ અને આ સનસનીખેજ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી વિશાલ હળપતિ અગાઉ પણ ચોરી અને દારૂની હેરાફેરી ના ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂકી છે. તો સગીર આરોપી ને પોલીસેબાળ સુરક્ષા ગ્રુપમાં મૂકી તેની કાઉન્સિલિંગ ની કાર્યવાહી પણ હાથ ધરી છે. આંબા ખીમા લૂંટમાં માત્ર પાંચસો રૂપિયા જ મળતા આરોપીઓએ સનસનીખેજ હત્યા ને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...