પેટા ચૂંટણી:વલસાડ નગરપાલિકાની ખાલી પડેલી 5 બેઠકો માટે મતદાનને લઈ તૈયારી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાશે

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટા ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના કરવામાં આવી
  • 42 મતદાન મથક ઉપર મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

વલસાડ નગર પાલિકાના 4 વોર્ડમાં ખાલી પડેલી 5 બેઠકો પર આવતીકાલે રવિવારે પેટા ચૂંટણી યોજાશે. જે માટે 42 મતદાન મથક ઉપર EVM અને ચૂંટણી સ્ટાફને મતદાન પ્રક્રિયા માટે રવાના કરવામાં આવ્યાં હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગર પાલિકાની પેટા ચૂંટણી યોજાશે.

રવિવારે પેટા ચૂંટણી માટે યોજાશે મતદાનવલસાડ નગર પાલિકામાં ચાલુ ટર્મમાં શિસ્ત ભંગના કાયદા મુજબ નગર પાલિકાએ મ્યુનિસિપલ કમિશ્નરને કરેલી ફરિયાદના આધારે 4 નગર સેવકોના સભ્ય પદને રદ્દ કરવામાં આવ્યાં હતા. અને એક સભ્યનું કોરોનામાં મૃત્યુ થયું હતું, જેથી નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠકો ઉપર રાજ્ય ચૂંટણી પંચે 3જી ઓક્ટોબરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.

ત્યારે 2જી ઓક્ટોબરના રોજ વલસાડ વાડિયા હોલ ખાતેથી વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠકો માટે ચૂંટણીની સામગ્રી રવાના કરવામાં આવી હતી. 42 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે. જેમાં ચૂંટણી સ્ટાફ અને EVM સહિતની સામગ્રી સાથે ચૂંટણીનો સ્ટાફ નિષ્પક્ષ ચૂંટણીની પ્રક્રિયા માટે રવાના કરવામાં આવ્યો હતો.

વોર્ડ નંબર 1માં બંન્ને બેઠક અગાઉ ભાજપ પાસે હતી
વોર્ડ નં.1માં 2 બેઠક માટે કોંગ્રેસના નવીન વાંસફોડા,અપક્ષ કિકુભાઇ પટેલ,ભાજપના સતીષ પટેલ અને કિરણ ભીખુભાઇ પટેલ મળી 4 ઉમેદવાર છે. ત્રણ અનુસૂચિત આદિજાતિના ઉમેદવાર તથા 1 ઉમેદવાર સામાન્ય વર્ગના છે.આ બંન્ને બેઠક અગાઉ ભાજપ પાસે હતી.હવે આ આવી પડેલી પેટાચૂંટણીમાં ભાજપ આ બેઠકો જાળવી શકશે કે કેમ તે પરિણામ બાદ જાણવા મળશે.

કયા વોર્ડમાં કેટલા મતદારો
વોર્ડપુરૂષસ્ત્રીકુલ
વોર્ડનં.1420943688577
વોર્ડનં.2377337737546
વોર્ડનં.5476247309492
વોર્ડનં.6425043128562
કુલ169941718334177

​​​​​​​વોર્ડ નં.5માં 3 માજી સભ્ય વચ્ચે સ્પર્ધા

વલસાડ પાલિકાના વોર્ડ નં.5માં ભાજપ અને અપક્ષ મળી કુલ 3 ઉમેદવાર છે.જેમાં ત્રણે સભ્યો અગાઉ પાલિકાના સભ્ય રહી ચૂક્યા હતા.ભાજપના ઉમેદવાર હિતેશ ભંડારી,અપક્ષ ઉમેદવાર કિરણ ભંડારી (વાવડી) અને ધર્મેશ ડાંગ મળી આ ત્રણે માજી સભ્યો વચ્ચે ચૂંટણીમાં સ્પર્ધા થશે.જેમાં અપક્ષના ધર્મેશ ડાંગને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...