• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad Municipality Team Went Out To Catch Stray Cattle After The High Court, The Rickety Vehicle Got Stuck In The Middle Of The Road.

પકડેલા ઢોર રસ્તા પર છોડવા પડ્યા!:હાઈકોર્ટની ટકોર બાદ વલસાડ પાલિકાની ટીમ રખડતા ઢોર પકડવા નીકળી, ખખડધજ વાહન રસ્તા વચ્ચે જ બંધ પડી ગયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઢોર પકડવા માટેની ટ્રોલી, ટ્રેકટરથી અલગ પડી ગઈ, બે કામદારો ઈજાગ્રસ્ત બન્યા

હાઇકોર્ટની ટકોર બાદ વલસાડ નગર પાલિકાએ શહેરમાં રખડતા પશુઓને પકડવાના આજે શ્રીગણશ કર્યા હતા. હાલર વિસ્તારમાંથી 8 જેટલા રખડતા પશુઓને પકડયા હતા. રખડતા પશુઓને પાંજરાપોળ સુધી લઈ જતા પહેલા પાલિકાની ઢોર પકડવાની ટ્રોલીમાં અચાનક ચેસીઝનું વેલ્ડીંગ છૂટું પડી જતા પશુઓ ભરેલી ટ્રોલી બેસી ગઈ હતી. અને પાલિકાએ મહા મહેનતે ઝડપેલા પશુઓને રસ્તા ઉપર છોડવાની નોબત આવી હતી.

રાજ્યમાં રખડતા પશુઓનો ત્રાસ વધતા રાજ્ય સરકારને હાઈકોર્ટે કરેલી ટિપ્પણી બાદ વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ એ આજે મહા મેહનાતે રખડતા ઢોર પકડવા માટેનું મુહર્ત કાઢી રખડતા ઢોર પકડવા ગયા હતાં. પરંતુ પાલિકા નું નશીબ ખરાબ હોવાથી ભારે મેહનત થી પકડેલા ઢોર ને રસ્તા પર અધવચ્ચે છોડવા ની ફરજ પડી હતી. કારણ કે વલસાડ પાલિકા ના ઢોર પકડવાના સાધનો એટલી હદે ખખડધજ થઈ ગયા છે કે, કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય શકે છે. જેમાંનું એક ઉદાહરણ પ્રકાશ માં આવ્યું છે. વલસાડ પાલિકા ના કર્મચારીઓ એ આજે ઘણા દિવસો પછી કામગીરી કરવાનું વિચાર્યું અને સંજોગ વસાહત કામગીરી શરૂ પણ કરી. પરંતુ તેમને સફળતા મળી નહીં અને વિલા મોઢે પરત પાલિકા પર આવવુ પડ્યું હતું.

વાત જાણે એમ છે કે, વલસાડ નગર પાલિકા દ્વારા આજે રખડતા ઢોરોને પકડવા માટે શહેરમાં હાલર વિસ્તારમાં ગયા હતાં. જેમાં હાલર સહિત આસપાસ ના વિસ્તારોમાંથી 8 રખડતા ઢોર પકડીને પાલિકા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હાલર વિસ્તારમાં તળાવ પાસે એકા એક ઢોર ભરેલી ગાડીની ચેસીઝ ધડાકાભેર તૂટી પડી હતી. જેમાં ટ્રેકટર પર સવાર બે કર્મચારીના ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નજીક ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતો. અને પાલિકા એ મહામુસી બતે ઘણા દિવસો પછી પકડેલા ઢોર ને ફરી રસ્તા પર છોડી મૂકવામાં આવ્યા હતાં. વલસાડ પાલિકા માં માટે ભાગે જેટલા વાહનો છે. તે અત્યંત ખખડધજ હાલત માં છે. જેમાંના માટાભાગના વાહનો કટાઈ ગયા હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાય શકે તેમ છે. માટે પાલિકા દ્વારા આવા ખખડધજ થઈ ચૂકેલા વાહનને વહેલી તકે રિપેર કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...