ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી:વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં NOC વગર ધમધમતા 10 કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કર્યા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગના એક ફ્લેટમાં લાગેલી આગની ઘટનાને લઈને વલસાડ નગરપાલિકાની ટીમ પણ એલર્ટ બની છે. શહેરમાં ફાયર વિભગની NOC મેળવ્યા વગર ધમધમતા કોમર્શીયલ અને રેસિડેન્શિયલ બિલ્ડીંગો સામે પાલિકાની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ શહેરની 10 કોમર્શીયલ અને રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ સંચાલકોએ નગર પાલિકાની ફાયર વિભગની NOC ન મેળવેલી હોય તેવા બિલ્ડિંગ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 10 જેટલી કોમર્શયલ બાંધકામ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરતા પાલિકાની NOC વગર ધમધમતા બિલ્ડીંગ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક હાઇરાઈઝ બિલ્ડિંગના 7માં મળે આવેલા એક ફ્લેટમાં આગની ઘટના બની હતી. જેને લઈને વલસાડ નગર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં પાલિકાની ફાયર NOC વગર ધમધમી રહેલા કોમર્શીયલ અને રેસિડેન્શિયલ બિલ્ડીંગો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. વલસાડ નગરપાલિકા દ્વારા 10 જેટલી બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પાલિકાએ બિલ્ડીંગ સંચાલકોને વારંવાર ફાયર વિભાગની NOC મેળવી લેવા અને ફાયર સેફટીના સાધનો લગાડવા અંગે સૂચના આપવા છત્તા કોઈ કાર્યવાહી હાથ ન ધરતા છેવટે પાલિકાની ટીમે બિલ્ડીંગ સીઝ કરવાની કામગીરી હાથ ધરી છે. તિથલ રોડ ઉપર આવેલા મહાલક્ષ્મી ટાવર, મેઘરચના ટાવર, પ્લાઝા એપાર્ટમેન્ટ, એવન્યુ એપાર્ટમેન્ટ, બંદર રોડ ઉપર આવેલ ઓવર સાઇન ટાવર, હાલર રોડ ઉપર આવેલ આકાશ ગંગા એપાર્ટમેન્ટ, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, પરાગજી ટાવર સહિતની 10 બિલ્ડીંગો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...