રાજ્ય સરકાર દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી વર્ષમાં વેરા પર વળતર યોજનાઓ જાહેર કરી હોવા છતાં હજી સરકારી કચેરીઓના લેણાંની રકમનો આંકડો 87 લાખ પર પહોંચી જતાં શુક્રવારે યોજાયેલી વલસાડ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે સરકારી નાનીમોટી કચેરીઓના વેરા અને બાંધકામની પરવાનગી માટે 300 ફાઇલો પેન્ડિંગનો મુદ્દો ગાજ્યો હતો.આ મામલે નિયમ મુજબ થતી કાર્યવાહી હાથ ધરવા વિપક્ષે શાસક પક્ષ સમક્ષ માગ કરી હતી.
પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલના અધ્યક્ષપદે મળેલી સામાન્ય સભામાં કામો શરૂ થતાં વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ વલસાડની ડીએસપી કચેરી,રેલવે યાર્ડ,બીએસએનએલ, પોલીસ સ્ટેશનની મિલકતો સહિતના કુલ 87 લાખનો વેરો છેલ્લા 6 વર્ષથી બાકી પડતાં છતાં શા માટે વસુલાત કરતી નથી તેવો મુદ્દો વિપક્ષે ઉઠાવી શાસકો પાસે જવાબ માગ્યો હતો.
આમાં વેસ્ટર્ન રેલવે પાસે જ રૂ.17 લાખ જેટલી રકમની વસુલાત પેન્ડિંગ છે જે માટે પાલિકાના અધિકારીઓએ મુંબઇ ખાતે રેલવે અધિકારીઓ સાથે બેઠકો કરી વેરા ભરવા રજૂઆતો કરવા છતાં વેરો ભરાયો નથી તેવા મુદ્દે વિપક્ષ અને શાસક સભ્યોએ કાર્યવાહીની માગ કરી હતી.ડીએસપી કચેરીના તાબાની પોલીસ વિભાગની મિલકતોના પણ 10 વર્ષથી વેરો બાકી છે.
અપક્ષ સભ્ય નિતેશ વશીએ બાંધકામ માટે સામાન્ય અરજદારોની 300 ફાઇલો પેન્ડિંગ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી,જેને લઇ અરજદારો સામાન્ય ઘર બાંધવા માટે પણ હેરાન થઇ રહ્યા છે જેનો નિકાલ કેમ કરાતો નથી તેવો વેધક પ્રશ્ન ઉઠાવી તાત્કાલિક ઉકેલની માગ કરી હતી.
બીજી તરફ ગીરીશ દેસાઇ દ્વાાર વાહન વેરાના પ્રશ્ને થયેલી રજૂઆતમાં અપક્ષ સભ્ય ઝાકીર પઠાણે જણાવ્યું કે,વાહનવેરો આજીવન એક જ વાર વસુલવા માટે પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીના કાર્યકાળમાં ઠરાવ થઇ જ ગયેલો છે તેની અમલવારી કેમ કરતા નથી તેવો મુદ્દો ઉઠાવ્યો હતો.જો કે સભ્યો દ્વારા મુદ્દાસર રજુઆતો કરતા લાબુંલચક ખેંચવાની માનસિકતાને જાકારો આપતા સમયસર સભા પૂર્ણ થઈ હતી.
મોગરાવાડીમાં કામો મુદ્દે અપક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી
સભામાં વોર્ડ નં.2માં તળાવના કામોની ચર્ચા વચ્ચે અપક્ષ સભ્ય ઉર્વશી પટેલે કામો માત્ર મોગરાવાડી જ દેખાય છે અને અમારા કામો દેખાતા નથી તેવો આક્ષેપ કરતા મોગરાવાડીના સભ્યો ગીરીશ દેસાઇ અને સંજય ચૌહાણે ઉગ્રતા સાથે જવાબ આપી તમો મોગરાવાડી વિસ્તારના કામનો વિરોધ કરો છો.આ મુદ્દે સામસામે ગરમાગરમી સર્જાઇ હતી.મોગરાવાડી અન્ડરપાસમાં પુર બાદ સફાઇ કરાવી તેનો શા માટે વાંધો છે તેવો વેધક પ્રશ્ન આ સભ્યોએ ઉઠાવતા ઉર્વશી પટેલે અમારા કામોની રજૂઆતો કરવી પડે તેવી સામી દલીલ રજૂ કરી હતી.
25 કરોડ વણવાપર્યા રહ્યા હોવાનો મુદ્દો પણ સભામાં ઉઠ્યો
અબ્રામાન સભ્ય ઝાકીર પઠાણે વિકાસના કામો માટે અગાઉ મળેલી ગ્રાન્ટના રૂ.25 કરોડ વણવાપર્યા પડ્યા છે તે પ્રશ્ન ઉઠાવી કામોનું આયોજન કરવા માગ કરી હતી. એકાઉન્ટ શાખાના કાર્તિક દેસાઇએ આ કામો 15માં નાણાંપંચનાઅને અમૃત યોજનાનાા અને ગ્રાન્ટ પાલિકામાં જમા છે. દરખાસ્ત આયોજન વહીવટી પ્રક્રિયા ચાલૂ થઇ ચૂકી છેે,મંજૂર થતાં જ કામો શરૂ કરી દેવાશે તેવું પ્રમુખ કિન્નરીબેન પટેલે જણાવ્યું હતું.
જનરલ રોજમેળ- બેંક પાસબુક મેળ ખાતા નથી
વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ ચર્ચામાં જણાવ્યું કેે.ઓડિટ પેરામાં વાંધા આવે તો બોર્ડ જવાબદાર રહેશે નહિ.તેમણે ઉમેર્યું,જનરલ રોજમેળ અને બેંક પાસબુકમાં રૂ.1.39 લાખનો ડિફરન્સ કેમ આવે છે.ટેલી થતું નથી.તેમ જણાવ્યું હતું. આમ સભામાં શાસકોને વિપક્ષે ભીસમાં લીધા હતા.
બાંધકામની મંજૂરી 6 મહિને મળતી ન હોવાનો આક્ષેપ
અપક્ષ નિતેશ વશીએ સામાન્ય લોકોને ઘર બાંધવાની પરવાનગી 6 મહિને પણ મળતી નથી અને કમ્પલિશન સર્ટિ.પણ મળતાં નથી તે મુદ્દો ઉઠાવી ઓનલાઇન પરવાનગીનો શું મતલબ તેવો પ્રશ્ન કર્યો હતો.જોકે સીઓએ બાંધકામ પરવાનગી અને સીસી માટે વધુ મહેનત કરી આ 15 દિવસમાં આ પ્રશ્નો હલ કરવા તાકીદ કરી હતી. ખાસ કરીને સામાન્ય સભામાં ઘરઘથ્થું અને બાંધકામની મંજૂરીનો મુદ્દો ઉગ્ર બન્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.