વલસાડ રિઝલ્ટ:નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, જાણો વિજેતા ઉમેદવાર સાથે સંપૂર્ણ પરિણામ

વલસાડએક વર્ષ પહેલા
વલસાડ તાલુકા પંચાયતની ડુંગરી બેઠકના વર્ષાબેન પટેલ વિજેતા થયા.
  • 2015માં જિ.પં. 72.77 ટકા મતદાન હતું
  • 2021માં જિલ્લામાં 67.46 ટકા મતદાન

વલસાડ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાનું પરિણામ જાણવા નીચે સ્ક્રોલ કરો

વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો સાથે ઉમરગામ અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન પર્વમાં મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. જિલ્લામાં 67.46 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરગામ નગરપાલિકામાં 63.62 મતદાન થયું હતું. જ્યારે મતગણતરીમાં નગરપાલિકામાં ભાજપ, જિલ્લામાં અને તાલુકામાં ભાજપનો વિજય થયો છે. જિલ્લામાં 36 બેઠક પર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસી પીઢ નેતા જયશ્રીબેન પટેલની હાર થઈ છે.

513 ઉમેદવારોનું ભાવિનો ફેંસલો થયો
જિ.પં.ની 37 બેઠકના 88 ઉમેદવાર અને 6 તા.પં.ની 152 બેઠકના 351 ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જ્યારે ઉમરગામ પાલિકાની 27 બેઠક માટે 72 ઉમેદવાર અને ધરમપુર પાલિકાની 1 બેઠક માટે 02 ઉમેદવાર મેદાનમાં હતા. આમ જિ.પં. અને 6 તા.પંચાયતોની કુલ 189 બેઠક 439 ઉમેદવાર અને 2 પાલિકાની 74 બેઠક સહિત કુલ 217 બેઠક માટે કુલ 513 ઉમેદવારોનું ભાવિ રવિવારે મતપેટીઓમાં સીલ થઇ ગયું હતું.

2015નું રિઝલ્ટ
2015માં જિલ્લા પંચાયતનું 72.77 ટકા મતદાન હતું. જિલ્લા પંચાયતમાં કુલ 38 બેઠકમાંથી 21 ભાજપ અને 16 બેઠક પર કોંગ્રેસે અને 1 બેઠક પર અપક્ષે જીત મેળવી હતી. જ્યારે તાલુકા પંચાયતમાં 155 બેઠકમાંથી 83 પર ભાજપ અને 75 પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.