• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad Municipality By polls Begin In Peaceful Atmosphere, More Than 34 Thousand People Will Cast Their Votes At 42 Polling Stations

પેટા ચૂંટણી:વલસાડ નગર પાલિકાની 5 બેઠકની પેટા ચૂંટણીમાં 50.11, ઉમરગામમાં વોર્ડ-3માં 57 ટકા મતદાન

વલસાડ23 દિવસ પહેલા
  • મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા ન મળ્યો, સાંજે 5 સુધીમા માત્ર 46.25 ટકા

વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી 5 અને ઉમરગામ નગર પાલિકાની ખાલી પડેલી 1 બેઠક ઉપર વિવિધ મતદાન મથકો ઉપર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠકો માટે 46% મતદાન નોંધાયું હતું. જ્યારે ઉમરગામની ખાલી પડેલી 1 બેઠક ઉપર 54% મતદાન નોંધાયું હતું.

વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 5 અને 6 ખાતે કુલ 42 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ 34 હજાર 177 લોકો મતદાન કરશે. મતદાન મથક ઉપર વહીવટી તંત્ર દ્વારા કોવિડ 19ના નિયમો અનુસાર તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી હતી. તમામ મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. પેટા ચૂંટણીમાં કોઈ ઘર્ષણ ન થાય અને શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તેરીતે ચૂંટણી વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

વલસાડ નગર પાલિકામાં ચાલુ ટર્મમાં શિસ્ત ભંગના કાયદા મુજબ નગર પાલિકાએ મ્યુનિસિપલ કમિશ્નરને કરેલી ફરિયાદના આધારે 4 નગર સેવકોના સભ્ય પદને રદ્દ કરવામાં આવ્યા હતા અને એક સભ્યનું કોરોનામાં મૃત્યુ થયું હતું. જેથી નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠકો ઉપર રાજ્ય ચૂંટણી પંચે 3 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત કરી હતી. ઉમરગામ નગર પાલિકાના વોર્ડ ન.3ની બેઠકના નગર સેવકનું રોડ અકસ્માતમાં મૃત્યુ થાય બાદ ખાલી પડેલી બેઠક ઉપર મતદાન યોજાયું હતું. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં કુલ 54% મતદાન નોંધાયું હતું.

ઉમરગામમાં બંને પક્ષોના જીતના દાવા
ઉમરગામમાં વોર્ડ નંબર 3ની બેઠક પેટાચૂંટણીમાં સવારે સાત વાગ્યાથી ત્રણ બુથ ઉપર મતદાન શરૂ થયું હતું. 2154નું મતદાન થતા વિસ્તારમાં 57 ટકા જેટલું મતદાન થયું હતું. પોતાની જીત અર્થે બને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર જોરશોરથી આરંભી હતી. ઉમરગામ વોર્ડ નં.3માં કુલે 3607 પુરુષ અને સ્ત્રી મતદાતા રહ્યા છે. જે ચૂંટણી મતદાન દરમિયાન કુલ 57 ટકા આ વિસ્તારનું મતદાન થવાથી બંને ઉમેદવારોએ પોતાના જીતની દાવા કર્યા હતાં.

વોર્ડ નં.2માં સૌથી વધુ અને નં.1માં સૌથી ઓછું મતદાન
વલસાડ પાલિકાના વોર્ડ નં.2માં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર હતી.જેમાં ભાજપના ઉમેદવાર ભાવેશ પ્રવિણભાઇ પટેલ અને માજી સભ્ય રાજૂ મરચાંના પૂત્ર વિકાસ પટેલ વચ્ચે રહી છે.આ બેઠક ઉપર મહદઅંશે અપક્ષનું વર્ચસ્વ રહ્યું છે,પરંતુ આ વખતે ભાજપે ટક્કર આપવા કમર કસી હતી.આ હકીકત જોતાં વોર્ડ નં.2માં સૌથી વધુ 56.52 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે વોર્ડ નં.1માં ભાજપે અગાઉની ચૂંટણીમાં પેનલ જીતાડી હતી.

વલસાડમાં મતદાનની આંકડાકીય વિગત

મતદારો આટલા હતામતદાન
વોર્ડપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલટકા
વોર્ડનં.142094368857720221882390445.52
વોર્ડનં.237733773754621992066426556.52
વોર્ડનં.547624730949226222342496452.3
વોર્ડનં.642504312856221581835399346.64
કુલ169941718334177900181251712650.11

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...