તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક સ્વરાજ્યનો જંગ:વલસાડ નગરપાલિકાની 5, ઉમરગામ નગરપાલિકાની 1 બેઠક પર 3 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 ઓકટોબરે મતગણતરી હાથ ધરાશે

રાજ્ય ચૂંટણી પંચે રાજ્યના મહાનગરો અને નગર પાલિકાની ખાલી પડેલી બેઠકો ઉપર 6 સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠકો અને ઉમરગામ નગર પાલિકાની ખાલી પડેલી 1 બેઠક ઉપર ચૂંટણી યોજાશે તેમ જાહેરાત થતા વલસાડ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાની ખાલી પડેલી બેઠકો ઉપર 6 સપ્ટેમ્બરની સાંજે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં વલસાડ નગરપાલીકામાં માજી પ્રમુખ સહિત રાજુ પટેલ, ઉજેશ પટેલ, રશેષ માલી અને પ્રવીણ કચ્છીના સભ્યપદ રદ કરવામા આવ્યા હતા. જ્યારે અન્ય એક સભ્ય રાજુ રાઠોડનું મૃત્યુ થતા વલસાડ નગર પાલિકામાં ખાલી પડેલી 5 બેઠક ઉપર અને ઉમરગામ નગર પાલિકાના પિંકિત રાયનું અકસ્માતમાં મૃત્યુ થતા ઉમરગામ નગર પાલિકાની ખાલી પડેલી 1 બેઠક સહિત રાજ્યની મહાનગર પાલિકા અને અને નગર પાલિકામાં ખાલી પડેલી બેઠકો ઉપર આગામી 3જી ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જ્યારે 5 ઓક્ટોબરે મતગતરી યોજાશે.

રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કર્તાની સાથે વલસાડ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગર પાલિકામાં સસ્પેન્ડ થયેલા સભ્યોએ હાઇકોર્ટમાં ચૂંટણી સામે સ્ટે લાવવા ચક્રો ગતિમાન કર્યા છે. 6ઠી સપ્ટેમ્બરે રાજ્ય ચૂંટણી પંચે અચાનક ચૂંટણીની જાહેરાત કરતા કોંગ્રેસ ભાજપ અને અપક્ષ સભ્યોમાં ઉમેદવારી નોંધાવવા માટે સળવળાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...