લોકોમાં રોષ:વલસાડ મોગરાવાડી ગટર પ્લાસ્ટિકના કચરાથી ચોકઅપ થતાં દોડધામ મચી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોગરાવાડીમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થતાં લોકોને હાલાકી પડી હતી. - Divya Bhaskar
મોગરાવાડીમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થતાં લોકોને હાલાકી પડી હતી.
  • દૂષિત પાણી બેકઅપ મારતાં વિપક્ષી માજી સભ્યોની વહીવટદારને રાવ, લોકોમાં રોષ

વલસાડમાં નગર પાલિકાના વહીવટદાર પ્રાંત અધિકારી અને સીઓને સ્થિતિની ગંભીરતા સમજાવતા તાત્કાલિક મશીનરી સાથે કામદારો રવાના કરવાની નોબત આવી હતીવલસાડમાં મોગરાવાડી રેલવે ગરનાળા નજીકની રેલવે યાર્ડ ઇસ્ટની ગટરમાં પ્લાસ્ટિકના કચરો વ્યાપક પ્રમાણમાં ઢગલો થઇ ગયો હતો.

જેને લઇ આ ગટરમાંથી દૂષિત પાણીનું વહેણ છેલ્લા 1 માસથી બંધ થઇ જતાં સ્થાનિક વસતીના રહીશોના આરોગ્ય પર જોખમ વર્તાયું હતું.આ સ્થિતિની જાણ વિપક્ષના માજી સભ્યો ગીરીશ દેસાઇને થતાં સંજય ચૌહાણ અને વિજય પટેલ સાથેની આ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરતા મામલો ગંભીર જણાતા પાલિકાના વહીવટદાર પ્રાંત અધિકારી,સીઓ સંજય સોનીને રજૂઆત કરતાં તાત્કાલિક 20 કલાક માટેનો વર્કઓર્ડર કરાવી જેસીબી,ટ્રેકટર અને કામદારોની ટીમને રવાના કરાઇ હતી.જ્યાં ગટરમાં હાલમાં આવતા દૂષિત પાણીના નિકાલ પુરતી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...