તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંખાની આડમાં દારૂ ઝડપાયો:વલસાડ LCBની ટીમે પારડી હાઇવે ઉપરથી પંખાની આડમાં ટ્રકમાં લઈ જવાતા 15.66 લાખના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પંખાની આડમાં લઇ જવાતો દારૂ ઝડપાયો - Divya Bhaskar
પંખાની આડમાં લઇ જવાતો દારૂ ઝડપાયો
 • 180 નંગ પંખાઓની આડમાં 15 હજાર 900 બોટલ દારૂનો જથ્થો અમદાવાદ તરફ લઈ જઈ રહ્યો હતો

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે LCBની ટીમે પારડી હાઇવે ઉપરથી એક ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાં પંખાની આડમાં અમદાવાદ તરફ લઈ જવાતો 15 હજાર 900 બોટલ દારૂના જથ્થા સાથે ટ્રકના ચાલકને ઝડપી પાડ્યો હતો. LCBએ ફૂલ 26.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ LCBના ASI રૂપસિંગ નંદરિયા અને તેમની ટીમ પારડી હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન મળેલી એક બાતમીના આધારે એક ટ્રક (નંબર GJ-06-AU-2462)માં ઈલેક્ટ્રીક પંખાઓની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો લઇ મુંબઈ-અમદાવાદ ટ્રેક ઉપર જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.

જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમે પારડી શ્રીનાથ હોટલ સામે ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી 15 હજાર 900 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 15.66 લાખ અને 180 નંગ પંખા તેમજ ટ્રક અને મોબાઇલ મળી કુલ 26.52 લાખના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક ચંદ્રકેશ ખુશહાલ યાદવને ઝડપી પાડયો હતો અને દારૂનો જથ્થો ભરાવનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો