સમસ્યા:વલસાડ કાંપરી ફાટક 3 દિવસ બંધ, વાહનોને 5 કિમીનો ચકરાવો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 અને 6 જાન્યુઆરીતથા 7 જાન્યુઆરીએ વાહનચાલકોને ડાઇવર્ઝન લેવું પડશે, ગુંદલાવ અને ધરમપુર ચોકડી અન્ય વિકલ્પ

વલસાડ નજીક કાંપરી રેલવે ફાટક પર આરઓબીના કામ માટે રેલવે દ્વારા 3,6 અને 7 જાન્યુઆરીએ કુલ 3 દિવસ બંધ રાખવામાં આવી રહી છે.જેને લઇ આ ફાટક પરથી પસાર થનારા વાહનોને ગુંદલાવ અને ધરમપુર ચોકડીથી વલસાડ આવવા જવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી વાહનચાલકોને વલસાડ આવવા માટે કાંપરી હાઇવેથી સીધા ગુંદલાવ અથવા ધરમપુર ચોકડી થઇને 5 થી 8 કિમીનો ચકરાવો ખાવો પડશે.

વલસાડ ડુંગરી રેલવે સ્ટેશન વચ્ચે કાપંરી ફાટક એલસી નં.101 રેલવે ઓવરબ્રિજ પર ડીએફસીસીઆઇએલ અંતર્ગત રનિંગ રેલવે ટ્રેક ઉપર કમ્પોઝિટ ગર્ડર લોન્ચ કરવાની કામગારી 3 જાન્યુઆરીએ તથા 6થી 7 જાન્યુઆરીના રોજ હાથ ધરાનાર રહી છે.જેને લઇ વલસાડ આવતા જતાં તમામ પ્રકારના વાહનોને પસાર થવા ડાવર્ઝન આપવામાં આવ્યું છે.

સુરતથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે ગુંદલાવ ચોકડી થઇ વલસાડ છીપવાડ ગરનાળા થઇ વલસાડ આવવુ કે જવુ પડશે.આ સાથે ધરમપુર ચોકડી થઇ વલસાડ આરઓબી સાઇલીલા મોલ થઇને આવવુ કે જવું પડશે.મુંબઇથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે નેશનલ હાઇવેના અતુલ ચોકડી બ્રિજના નીચે થઇ અતુલ પારનેરાપારડી હનુમાન મંદિરથી વલસાડ રેલવે ઓવરબ્રિજ પરથી આવવા જવાનું રહેશે આ ઉપરાંત મુંબઇ તરફથી વલસાડ આવવા કે જવા માટે ધરમપુર ચોકડી થઇ વલસાડ આવવું પડશે.

ROBની કામગીરીથી ટ્રેનો લેટ પડી
મંગળવારે 3 જાન્યુઆરીએ વલસાડના કાંપરી ફાટકના બ્રિજની ગર્ડરની કામગીરીના કારણે લાંબા અંતરની ટ્રેનો અડધાથી 1 કલાક મોડી પડી હતી.જેમાંઓખા વિવેક એક્સપ્રેસ,યસવંતપુર બારમેર એક્સ.બાંદ્રા દિલ્હી સરઇ,કોચુવેલી ચંડીગઢ એક્સપ્રેસ અને મુંબઇ સેન્ટ્રલ અમ્રુતસર પશ્ચિમ એક્રસપ્રેસનો સમાવેશ થયો હતો.

6 જાન્યુઆરીએ પાંચથી વધુ ટ્રેન પ્રભાવિત થશે
વલસાડના કાંપરી રેલવે ઓવરબ્રિજના રનિંગ રેલવે ટ્રેક પર ગર્ડરની કામગીરીના કારણે 6 જાન્યુઆરીએ કાંપરી ફાટક બંધ રહેવાથી માર્ગ ડાયવર્ઝન તો અપાયું છે પરંતું આના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચશે.જેમાં 6 જાન્યુઆરીએ 5 ટ્રેન 20થી 60 મિનિટ મોડી પડશે,જેમાં અજમેર બાંદ્રા વિકલી સુપરફાસ્ટ,વિરાંગના લક્ષમીબાઇ ઝાંસી -બાંદ્રા એક્સપ્રેસ,દાદર- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ., બાંદ્રા-શ્રીમાતા વૈષ્ણો દેવી કાત્રા સ્વરાજ એક્સપ્રેસ અને યસવંતપુરમ-જયપુર સુવિધા સુપરફાસ્ટ ટ્રેન મોડી પ઼ડશે

અન્ય સમાચારો પણ છે...