દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી:વલસાડની ડુંગરી પોલીસે નાની ભાગલ દરિયા કિનારા પાસેથી દારૂના જથ્થા સાથે કોટિયું બોટ ઝડપી, 3 શખ્સો વોન્ટેડ

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પોલીસને આવતા જોઈ કોટિયું બોટ અને દારૂનો જથ્થો મૂકી આરોપી ભાગી છૂટ્યા
  • પોલીસે અગાવ પણ દરિયાઇ માર્ગે લાવતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

વલસાડ જિલ્લા પોલીસે ચેકપોસ્ટ ઉપર કડક ચેકીંગ હાથ ધરતા બુટલેગરો દરિયાઈ માર્ગે નાની બોટ મારફતે દારૂનો જથ્થો ઠાલવવા પ્રયાસો કરી રહ્યા છે. ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે નાની ભાગલ પાસે કોટિયું બોટ મારફતે લવાતો 816 બોટલ દારૂનો જથ્થો અને કોટિયું બોટ ઝડપી પાડી હતી. પોલીસને આવતા જોઈને બુટલેગર અને તેના સાગરિતો ભાગી છૂટ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કોટિયું બોટ મળી કુલ 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરો આગળની તપાસ હાથ ધરી છે.

ડુંગળી પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં આવેલા દરિયા કિનારા ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે નાની ભાગલ ખાતે રહેતો નિતીન શાંતિલાલ ટંડેલ તેના સાગરિતો સાથે કોટિયું બોટ વડે દમણથી દારૂનો જથ્થો દરિયા મારફતે લાવી, નાની ભાગલ સ્મશાન ભૂમિ પાસે ખાલી કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. અને આ દારૂનો જથ્થો આજુબાજુના વિસ્તારમાં સગેવગે કરવાના હોવાની બાતમી મળતાં, બાતમી વાળી જગ્યાએ ચેક કરતા, નાની ભાગલ સ્મશાન ભૂમિ પાસે ત્રણ ઈસમો કોટિયું બોટ માંથી દારૂનો જથ્થો ઉતારતા જોવા મળ્યા હતા. પોલીસને આવતા જોઈ આરોપીઓ દારૂનો જથ્થો મૂકી ભાગી ગયા હતા.

ત્રણ ઈસમો પૈકી ડુંગરી પોલીસની ટીમે નીતિન શાંતિલાલ ટંડેલને ઓળખી કાઢ્યો હતો. નીતિન અગાઉ પણ દારૂના કેસમાં વોન્ટેડ હોવાથી પોલીસે તેને ઓળખી લીધો હતો. ડુંગરી પોલીસે 816 બોટલ દારૂનો જથ્થો અને એક કોટિયુ બોટ મળી કુલ 1.67 લાખનો મુદ્દામાલ કબજે કરી નિતીન શાંતિલાલ ટંડેલ સહિત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...