તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad Health Department Has Now Raised Concerns Over A Disease Called Mucormycosis, Currently Treating 20 Patients In The District.

નવી મુશ્કેલી:વલસાડ આરોગ્ય વિભાગની હવે મ્યુકરમાઈકોસિસ નામના રોગે ચિંતા વધારી, હાલ જિલ્લામાં 20 દર્દી સારવાર હેઠળ

વલસાડ2 મહિનો પહેલા
  • વલસાડ સિવિલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામા આવ્યો

વલસાડ જિલ્લામાં કોરોનાની સાથે હવે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર માટે મ્યુકરમાઇકોસિસ નામના વધુ એક રોગ ચિંતા વધારી રહ્યો છે.. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ વલસાડ જિલ્લામાં પણ આ રોગે દેખા દીધી છે.. અને અત્યારે જિલ્લામાં 20 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી બહાર આવી રહી છે.. મહત્વપૂર્ણ છે કે કોરોના સામે જંગ જીતનાર અને કોરોના ને માત આપી સાજા થનાર દર્દીઓમાં આ રોગનું પ્રમાણ જોવા મળે છે.. તેના વિવિધ કારણો છે ..આથી ખૂબ જ ખર્ચાળ સારવાર અને ખૂબ જ જોખમી મનાતા મ્યુકરમાઇકોસિસનો સામનો કરવા વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યારથી તૈયારી કરી છે.

આ રોગના લક્ષણો અને તેનાથી બચવા માટે ના ઉપાયો અંગે તબીબો અને આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જોકે આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ અત્યાર સુધી વલસાડ જિલ્લામાં વલસાડ ,પારડી અને વાપીમાં પણ મ્યુકરમાઇકોસિસ રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલો માં સારવાર હેઠળ છે. અત્યારે 20 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.. જો કે ભવિષ્યમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે.. તેવી શક્યતાઓ જોતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે આ રોગની સારવાર માટે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસિસની સારવાર માટે એક અલાયદો વોર્ડ શરૂ કર્યો છે.

આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ માની રહ્યા છે કે.. મ્યુકરમાઇકોસિસ વધારે જોખમી અને જીવલેણ છે. સાથે જ તેની સારવાર પણ અતિ ખર્ચાળ છે.ત્યારે આ ઘાતક રોગ સામે જાગૃતિ અને સાવચેતી પણ એટલી જ જરૂરી છે. જોકે મ્યુકરમાઇકોસિસની સારવાર માટે વલસાડ જિલ્લામાં હજુ સુધી દવાઓ કે ઇન્જેક્શનો પૂરતો જથ્થો નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે.આથી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ સરકાર સમક્ષ આ રોગ ની સારવાર માટે જરૂરી દવાઓ અને ઈન્જેકશન ના જથ્થાની માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે વલસાડ જિલ્લામાં પણ આ જીવલેણ રોગે દેખા દીધી છે જેને પહોંચી વળવા અને ભવિષ્યમાં દર્દીઓ વધવાની શક્યતાઓ જોતાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે સારવાર માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.. અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની ખાનગી હોસ્પિટલોને પણ સારવાર અને તેને લગતી ગાઈડલાઈન આપવામાં આવી છે...

અન્ય સમાચારો પણ છે...