તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Valsad Has Minimum Temperature Of 14 Degrees, Cold Forecast, Sunshine In The Afternoon And Chill In The Morning And Evening.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:વલસાડમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, ઠંડી વધવાની આગાહી, બપોરે તડકો અને સવાર સાંજ ઠંડકનો માહોલ

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડમાં શિયાળાની ઋતુનો પ્રારંભ નવેમ્બરથી થયા બાદ ઓછીવત્તી ઠંડીનો માહોલ રહ્યો હતો. શુક્રવારે ઠંડીનો પારો અડધી ડિગ્રીના ઘટાડા સાથે 14 ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે રાત્રિથી સવાર સુધી ઠંડી યથાવત રહી હતી.જ્યારે મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી રહેતાં સવારે અને સાંજે હળવું વાતાવરણ રહ્યું હતું. શુક્રવારે વલસાડ જિલ્લામાં બપોર દરમિયાન કડક તડકો રહેતા તે અરસામાં ગરમાટો અનુભવાયો હતો.પરંતું સવારે અને સાંજે તાપમાન ઓછુ રહ્યું હતું.સવારે અને સાંજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું.જેના કારણે રાત્રિથી સવાર સુધી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.બપોરે ગરમી અને સાંજે ફરી ઠંડક છવાઇ ગઇ હતી.આ સાથે ભેજનું પ્રમાણ 41 ટકા નોંધાયું હતું.જેના કારણે મિશ્ર હવામાનની પ્રતીતી લોકોને થઇ હતી.હાલમાં ડિસેમ્બર માસ શરૂ થઇ ગયો છે અને ઠંડીનો પારો 13 થી 14 ડિગ્રી વચ્ચે ફરી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો