ઝળહળતી સિદ્ધિ:વલસાડની યુવતીને નેશનલ કક્ષાની રાઈફલ શૂટિંગ ચેમ્પિયનશીપ–2023માં ગોલ્ડ મેડલ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી શાળામાં અભ્યાસ કરી શ્રેષ્ઠ મુકામ પર પહોંચવાનો યજ્ઞ સ‌ફ‌ળ

વલસાડ મિશન કોલોની નજીક સત્યમ સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ ઈશ્વરભાઈ પટેલની દીકરી સચિ પટેલે સરકારી શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ બીકેએમ સાયન્સ કોલેજમાં બીએસસી કર્યું હતું. આ દરમિયાન એનસીસીમાં જોડાઈ હતી. જેમાં રાઈફલ શૂટિંગની ટ્રેઇનિંગ લીધી હતી.સચિએ અમદાવાદની એલ.જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં એમબીએમાં એડમિશન મેળવી અભ્યાસની સાથે સાથે અમદાવાદની રાઈફલ કલબમાં ટ્રેનિંગ પુરી કરી હતી. ત્યારબાદ પ્રોફેશનલ કોચિંગ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર માન્ય સંસ્કારધામ શૂટીંગ એકેડમી, અમદાવાદમાં પ્રવેશ લીધો હતો.

જ્યાં ઈન્ડિયન પેરા શૂટિંગ ટીમના રાઈફલ કોચ જીવન રાય અને 2012માં લંડનમાં સમર ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગ પાસે તાલીમ મેળવી માત્ર દોઢ વર્ષના સમય ગાળામાં સચિએ વિવિધ સ્પર્ધાઓ જીતી હતી, હાલ ન્યૂ દિલ્હીમાં નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઇન્ડિયા ઓપન ચેમ્પિયનશીપમાં રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વલસાડનું ગૌરવ વધાર્યું છે. હવે ઓલિમ્પિક્સમાં જવા માટે 177 કેલીબરની વોલ્ટર એનાટોમિક એલજી 400થી 10 મીટર ડિસ્ટન્સ શૂટીંગ રેન્જમાં પ્રેકટિસ કરી રહી છે. મેટર સાથે ફોટો સામેલ છે.

ઓલિમ્પિક્સમાં દેશનો તિરંગો લહેરાવવાનું સ્વપ્ન છે
નેશનલ લેવલની આ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે રોજના 4 કલાકની પ્રેકટીસ કરી હતી. ફિઝિકલ વર્કઆઉટ અને મેડિટેશન ઉપર પણ ભાર મુક્યો હતો.પ્રેકટીસ દરમિયાન વિચલિત ન થવાય તે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કર્યો હતો. હવે ઓલિમ્પિક્સમાં રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં આપણા દેશનો તિરંગો સૌથી ઉપર લહેરાય તે માટે ભરપૂર આત્મવિશ્વાસ અને હિંમત સાથે પ્રેકટીસ કરી રહી છું. > સચિ પટેલ,

અન્ય સમાચારો પણ છે...