તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી:વલસાડ ડુંગરી પોલીસે લેન્ડ ગ્રેબિંગમાં નિવૃત શિક્ષકની 53 ગુંઠા જમીન હડપ કરવાના કેસમાં 7ની ધરપકડ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 106 ગુંઠા જમીન પૈકી 53 ગુંઠા જમીન ઉપર આરોપીઓ દ્વારા નિવૃત શિક્ષકને જમીનમાં પ્રવેશતા અટકાવી ધમકીઓ આપી હતી
 • 7 આરોપીને વલસાડની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2ના રિમાન્ડ મંજૂર કરાયા

વલસાડ તાલુકાના ડુંગરીના જેસપોર ખાતે નિવૃત શિક્ષક દંપતીએ 106 ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી. જે જમીન ખરીદી કર્યા બાદ તેમની જમીનમાં આંબાની કલમો રોપી હતી. જે 106 ગુંઠા જમીન પૈકી 53 ગુંઠા જમીન લલ્લુભાઇ પટેલના પરિવારે હડપી લીધી હતી. તે કેસ વલસાડ જમીન વિધેયક સમિતિ સમક્ષ નિવૃત શિક્ષકે ફરિયાદ રજુ કરતા સમિતિએ ડુંગરી પોલીસને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા સૂચના આપી હતી અને 7ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 2 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

વલસાડ તાલુકાના ડુંગરી નજીક આવેલા જેસપોરવાંકડી ફળિયામાં આવેલી 106 ગુંઠા ખેતી લાયક જમીન નિવૃત શિક્ષક દંપતી મનહરભાઈ છોટુભાઈ પટેલે વર્ષ 2005માં ખરીદીઓ હતી. જે જમીનમાં આંબાના ઝાડ રોપ્યા હતા અને ખેતી કરતા આવ્યા હતા. મનહરભાઈએ ખરીદેલી 106 ગુંઠા જમીન પૈકી 53 ગુંઠા જમીન લલ્લુભાઇ પટેલના પરિવારે 53 ગુંઠા જમીન હડપ કરવાના ઇરાદે કબ્જો જમાવી દીધો હતો.

જે અંગેની ફરિયાદ નિવૃત શિક્ષકે વલસાડ જમીન વિધેયક સમિતિ સમક્ષ કરી હતી. સમિતિના સભ્યોએ તપાસ હાથ ધરીને ડુંગરી પોલીસને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નિવૃત શિક્ષકની ફરિયાદ નોંધી જમીન ઉપર કબ્જો જમાવના આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેના આધારે ડુંગરી પોલીસ મથકે મનહરભાઈ પટેલે ધનાબેન લલ્લુભાઇ પટેલ, ધીરુભાઈ લલ્લુભાઇ પટેલ, રતિલાલ લલ્લુભાઇ પટેલ, પાર્વતીબેન લલ્લુભાઇ પટેલ, પુષ્પાબેન લલ્લુભાઇ પટેલ, સવિતાબેન લલ્લુભાઇ પટેલ અને સુધાબેન લલ્લુભાઇ પટેલ સામે ફરિયાદ નોંધી હતી. ડુંગરી પોલીસે આરોપીઓનીઓ ધડપકડ કરી ગુરુવારે વલસાડની કોર્ટમાં રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો