તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad District Women's Congress President Bhavana Desai Resigned As District Congress President And Region Women's President

રાજીનામુ:વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવના દેસાઈએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ મહિલા પ્રમુખને રાજીનામુ આપ્યું

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અને તાલુકા પંચાયતમાં મહીલાઓની બેઠકો ઓછી આવી હોવાથી કરણ દર્શાવ્યું

વલસાડ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખે અષાઢી બીજના દિવસે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ભાવનાબેન જયેશભાઇ નાયકે પ્રમુખ પદેથી રાજીનામુ મૂક્યું હતું. જેને લઈને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મહિલાઓની બેઠક ઓછી આવતા અને તેમના પતિનું તાજેતરમાં ઓપરેશન કરાવ્યું હોવાથી તે સમય આપી શકે તેમ ન હોવાનું કરણ આગળ ધર્યું હતું.

વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કારની કાર મેળવેલી કોંગ્રેસના જિલ્લા મહિલા પ્રમુખે અષાઢી બીજના દિવસે પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલને રાજીનામુ આપ્યુ હતુ. રાજીનામાંમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મહિલાઓની ઓછી બેઠક આવવા અને હાલમાં ભાવનાબેનના પતિ જયેશભાઈનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેમની સારવારમાં વ્યસ્થ હોવાથી સમય આપી શકે તેમ ન હોવાનું કરણ દર્શાવ્યું હતું. વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આગળ ધરતા કોંગ્રેસના અગ્રણીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા પ્રમુખ પદને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા હતા ત્યારે રાજીનામુ આપવાનું કરણ કોંગ્રેસ મહિલા સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...