સામાન્ય ચૂંટણીની જાહેરાત:વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની 28 નવેમ્બરે ચૂંટણી યોજાશે, 13 નવેમ્બર સુધી ઊમેદવારી નોંધાવી શકાશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે
  • 30 તારીખે મતગણતરી હાથ ધરવામા આવશે
  • દિવાળી પૂર્વે આચારસંહિતાથી નવાકામો અટકશે
  • ચૂંટણીના આડે માત્ર 27 દિવસ બાકી રહ્યાં

વલસાડ જિલ્લાના વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી 28 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવી છે. જ્યારે 30 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરે તેવી પૂરી શક્યતાઓ છે. જેને જોતા ત્રિપાંખિયા જંગની સંભાવના છે.

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની ચાલુ ટર્મ પૂર્ણ થવાની હોવાથી નવી ટર્મની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. વાપી નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારો 13 નવેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. સોમવારે સાંજે ચૂંટણી જાહેર થતાની સાથે વાપી શહેર ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય બહાર ચૂંટણીના ઇચ્છુક ઉમેદવારો દ્વારા નગરપાલિકાની બેઠક ઉપર પોતાની દાવેદારી નોંધાવવા ચક્રો ગતિમાન કરી રહ્યા છે.

વાપી શહેર ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇચ્છુક ઉમેદવારોની દોડધામ વધી ગઈ છે. ઉમેદવારો દ્વારા ટિકિટ મેળવવા એડીથી ચોટી સુધીનું જોર લગાવાઈ રહ્યું છે. પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વોર્ડ વાઇઝ વાપી પાલિકાની ચૂંટણીનું સિમાંકન

વોર્ડ નવસ્તીપ્રથમ બેઠક સ્ત્રી અનામતબીજી બેઠક સ્ત્રી અનામતત્રીજી બેઠકચોથી બેઠક
111382સામાન્યસામાન્યસામાન્યસામાન્ય
214192સામાન્યસામાન્યસામાન્યસામાન્ય
313387સામાન્યસામાન્યસામાન્યસામાન્ય
413207સામાન્યસામાન્યસામાન્યસામાન્ય
519262પછાતવર્સામાન્યસામાન્યસામાન્ય
613929સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
713887અનુસૂચિત જાતિસામાન્યસામાન્યસામાન્ય
816097સામાન્યસામાન્યઅનુ.આદિજાતિસામાન્ય
915724અનુસૂચિત આદિજાતિસામાન્યસામાન્યસામાન્ય
1013990પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
1118573અનુસૂચિત આદિજાતિસામાન્યપછાતવર્ગસામાન્ય

કોંગ્રેસે તો પહેલા જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે
વાપી પાલિકામાં 44 માંથી 41 બેઠકો ભાજપની છે. કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો છે.આ વખતની ચૂંટણીમાં બેઠકો વધારવા કોંગ્રેસે બે માસ અગાઉથી ચૂંટણીની તૈયારી કરી હતી. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષ વશીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારોના નામ પણ નક્કી કરી દીધા હતાં. આ વખતે પાલિકામાં કોંગ્રેસ કેટલી બેઠકો લાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

ભાજપમાં નો રિપિટેશનની સંભાવના વધુ
વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપ નો રિપિટેશન લાવશે કે નહિ તે અંગે અનેક દાવેદારોમાં મૂંઝવણ છે. સુત્રોના જણાવ્યાં મુજબ ભાજપ સંગઠન નો રિપિટેશન લાવે તેવી સંભાવના વધુ દેખાઇ રહી છે. કેટલાક કાર્યકરોમાં એવી પણ ચર્ચા હતી કે સી.આર.પાટિલ નો રિપિટેશન લાવશે. જો કે શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલે જણાવ્યું હતું કે હજુ તો ચૂંટણીની જાહેરાત થઇ છે. નો રિપિટેશન અંગે કોઇ નિર્ણય લેવાયો જ નથી. જોકે પસંદગી સમિતિ દ્વારા કયા નામો મોવડી મંડળને મોકલાવાય અને પાર્લામેન્ટ્રી બોર્ડ કોના ઉપર પસંદગીની મહોર મારે તેના ઉપર ભાજપના દાવેદારોની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...