રજુઆત:નોન બ્રાન્ડેડ ખાદ્ય વસ્તુઓનો GST રદ કરવા વલસાડ જિલ્લા વેપારીઓની માગ

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નોન બ્રાન્ડેડ જીવનજરૂરી ખાદ્ય વસ્તુઓ પર 5 ટકા જીએસટી લાગૂ કરવા સામે વાપી તેમજ વલસાડના વેપારીઓનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર નાણાંમંત્રી સમક્ષ પહોંચ્યું હતું.જ્યાં કરાયેલા જીએસટી કાયદા બાબતે તથા પંડનારી મુશ્કેલીઓ અને મોંઘવારી વધવાની ભીતિ સાથે રજૂઆતો કરાઇ હતી.આ સાથે નોન બ્રાન્ડેડ ખાદ્ય વસ્તુઓ ઉપરથી 5 ટકા જીએસટી રદ કરવા માગ કરી હતી.

નાણાંમંત્રાલયમાં કનુભાઇ દેસાઇ સમક્ષ વેપારી અગ્રણી મહાનંદભાઈ તથા વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું કે, મોટી કંપનીઓ આઇટીસી, અદાણી, રિલાયન્સ વગેરે પોતાના બ્રાન્ડમાં નાના પેકિંગ વેચતા હોય તેમને રજીસ્ટર બ્રાન્ડ પર 5% જીએસટી ભરવા પડતો હોય છે.પરંતુ નાની મીલના સંચાલકોને નોનબ્રાન્ડેડ આટો, રવો, મેંદો તેમજ અન્ય ખાદ્ય ચીજો જીએસટી વિના વેચતા હોવાથી ગરીબ અને મધ્યવર્ગના ગ્રાહકોને સસ્તો પડતો હોય છે.જેથી નોનબ્રાન્ડેડ ખાદ્યચીજસ્તુઓ ઉપર જીએસટી દાખલ કરવામાં આવતા સીધો સીધો ભારણ મધ્યમ વર્ગના લોકોને પડશે.

હાલ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવો મોટો વધારો થયો છે ત્યારે ત્યારે વધારાનો જીએસટી નો ભારણ મધ્યમના વર્ગ માટે મુશ્કેલી વધશે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. આમ પણ 25 કિલો પેકિંગના પણ જીએસટી ના લીધે લગભગ દરેક નોનબ્રાન્ડેડ અનરજીસ્ટર માલસામાન માટે વેપારીઓએ પોતાનું પેકિંગ 30 કિલોનું કરી દીધું છે.

વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ સમીર મપારાએ આ નવા દાખલ કરાયેલા જીએસટીના કાયદા અંગે ફરીથી સમીક્ષા કરાવવા કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો.નાણાંમંત્રી કનુભાઇએ ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપી જરૂરી રજૂઆત યોગ્ય સ્તરે કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...