• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad District, The Number Of Positive Cases Of Corona Has Remained The Same, Today 3 Cases Have Been Registered And The Number Of Active Cases Has Reached 32.

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત, આજે 3 કેસ નોંધાયા એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં એક દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યો

વલસાડ જિલ્લામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઊંચક્યું છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. આજે જિલ્લામાં નવા 3 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી ચૂકી છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 2,49,893 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 2,43,802 સેમ્‍પલ નેગેટીવ અને 6,091 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે.

જિલ્લામાં 18+ વર્ષની વધુ ઉંમરના 11,91,639 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 5,12,424 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નવા કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

રવિવારે વલસાડ જિલ્લા 2 નાના બાળકો સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RTPCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

ગત 2 જૂન 2021ના રોજ જિલ્લામાં 5 બાળા સંક્રમિત થઇ

તાલુકોગામઉમરપુ.સ્ત્રી
વલસાડધોબીતળાવ11સ્ત્રી
વલસાડમોગરાવાડી14સ્ત્રી
વલસાડકોસંબા16સ્ત્રી
પારડીસુખેશ,ખુતાડિયા ફળિયા9સ્ત્રી
પારડીસુખેશ ખુતાડિયા ફળિયા7સ્ત્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...