તિરંગો લહેરાવવા સંદેશો:વલસાડ જિલ્લા તલાટી મંડળના સભ્યોએ નારગોલ બીચ ખાતે તિરંગા સાથે માનવ સાંકળ રચી

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૃત મહોત્સવ નિમિત્તે નાગરિકોને 13 થી15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે તિરંગો લહેરાવવા સંદેશો આપ્યો
  • માંગણીઓ પુરી ન કરે ત્યાં સુઘી અચોકકસ મુદતની હડતાળ આગળની રણનીતિ નક્કી કરી ચાલુ રાખશે

વલસાડ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના સદસ્યો તેમ જ હોદ્દેદારો શનિવારે નારગોલ બીજ ખાતે હાથમાં તિરંગા લઇ માનવ સાંકળ રચી લોકોને ઘરે ઘરે તિરંગો ફરકાવવાનો સંદેશો આપ્યો હતો. રાજ્ય આપી તલાટી કમ મંત્રીઓની હડતાલને યથાવત રાખતા વલસાડ જિલ્લા તલાટીઓ- હોદ્દેદાર ભાઇ બહેનોએ શનિવારે ઉમરગામના નારગોલ બીચ પર ભાગા થઇ હડતાલ અંગેની ચર્ચા કરી હતી.

તેમજ સરકારને તેમનો સંદેશો પહોંચાડવા માટે નારગોલના દરિયા કિનારે માનવ સાંકળ બનાવી એક એકના હાથમાં તિરંગો ફરકાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા.ઉપરાંત તેમના મંડળની તમામ માંગણીઓ સરકાર પુરી ન કરે ત્યાં સુઘી અચોકકસ મુદત સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવી મક્કમતા દર્શાવી. વધુમાં તેમણે જિલ્લાના તમામ નાગરિકોને તા 13 થી15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે તિરંગા લહેરાવવા અપિલ કરતો સંદેશો પાઠવ્યો હતો. હાલ જિલ્લાના તમામ તલાટીઓ છેલ્લા 5 દિવસથી હડતાળ ઉપર છે.

અન્ય સમાચારો પણ છે...