ચૂંટણી:વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, વર્તમાન પ્રમુખ ગોકુળ પટેલની પેનલનો વિજય

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોકુળ પટેલે જિલ્લા શિક્ષક સંઘના 5મી વખત પ્રમુખ બની ઇતિહાસ રચ્યો
  • ગોકુળ પટેલની પેનલના વિજયને લઈ શિક્ષક સંઘના સભ્યો અને શિક્ષકોમાં આનંદની લહેર જોવા મળી

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની નવી કમિટીની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થયું છે. જેમાં વર્તમાન પ્રમુખ ગોકુળ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો. ગોકુળ પટેલને સતત 5મી વખત વિજેતા જાહેર કરાયા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ ગોકુળભાઈ પટેલને મત આપી ભવ્ય વિજય અપાવ્યો હતો. આ ચૂંટણીમાં ગોકુળભાઈ પટેલ અને તેમની પેનલનો ભવ્ય વિજય થયો હતો.

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત નવી કમિટીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના શિક્ષકોએ ગોકુળભાઈ પટેલની પેનલનો ભવ્ય વિજય કરાવ્યો હતો. ગોકુળભાઈ પટેલ છેલ્લા 4 ટર્મથી શિક્ષક સંઘના પ્રમુખ તરીકે રહ્યા છે. ત્યારે હવે 5મી વખત શિક્ષક સઘન પ્રમુખની જવાબદારી તેમને સોપાઈ હતી. વલસાડ જિલ્લા શિક્ષક સંઘના 5મી વખત પ્રમુખ બની ઇતિહાસ રચ્યો છે. તેઓ હાલે રાજ્ય શિક્ષક સંઘના સિનિયર કાર્યધ્યક્ષ અને રાષ્ટ્રીય શિક્ષક સંઘના સભ્ય પદે બિરાજી રહ્યા છે.

આ પરિણામ બાદ તેમના સમર્થકોએ ફટાકડાઓ ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો. વલસાડ જિલ્લા શિક્ષક સંઘના સભ્યો અને શિક્ષકોમાં આનંદની લહેર જોવા મળી હતી. ગોકુળભાઈ પટેલની ટીમમાં કાર્ય અધ્યક્ષ તરીકે જયેશ ધાકલ પાડવી, મહામંત્રી તરીકે રાજેશ ભગુ પટેલ, ખજાનચી તરીકે જગદીશ રમણ પટેલ અને મંત્રી તરીકે કલ્પેશ બરફ વિજેતા થયા હતા. ગોકુળ પટેલે આવનારા સમયમાં શિક્ષકોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ, જૂની પેંશન યોજના મુદ્દો, સહિત ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓ અને મુશ્કેલીઓને નિવારવા તેમની પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...