ચૂંટણીને પગલે પોલીસ સતર્ક:વલસાડ જિલ્લા પોલીસે 23 દિવસમાં 550થી વધુ કેસમાં કુલ 1.25 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વલસાડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા પોલીસે આંતર રાજ્યને જોડતા મુખ્ય માર્ગો ઉપર 50 જેટલી ચેકપોસ્ટ તૈયાર કરી છે. 3 નવેમ્બરથી 24 નવેમ્બર સુધીમાં વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ કુલ 550 જેટલા કેસો પૈકી 320 જેટલી હાઉસ રેડ અને અલગ અલગ વાહનોમાં લઈ જવાતો કુલ 85,740 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસે કુલ 1.25 કરોડથી વધુનો દારૂનો જથ્થા સાથે કુલ 650 જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે 185 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાંથી ગુજરાતમાં ઠલવાતા દારૂના જથ્થાને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસે ચેકપોસ્ટ અને વિવિધ વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જિલ્લા પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું હતું. પોલીસની અલગ અલગ ટીમોને મળેલી બાતમીઓના આધારે તેમાં આંતર રાજ્યમાં બનાવેલી ચેકપોસ્ટ ઉપર કડકાઇથી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.

85 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણથી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં ઠલવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવા બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમને એલર્ટ કરી હતી. વલસાડ જિલ્લા પોલીસની ટીમે 2 અલગ અલગ વિસ્તારોમાં બાતમીના આધારે હાઉસ રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે વલસાડ જિલ્લા પોલીસની ટીમોને મળેલી બાતમીના આધારે 150થી વધુ વાહનોમાંથી અને સ્થળ રેડ કરીને 85 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો જેની કિંમત રૂ. 1.25 કરોડથી વધુ થાય છે. જે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે અલગ અલગ વાહનોમાં ચોર ખાના સહિતના અલગ અલગ કિમીયાઓને નાકામ કર્યા હતા. જેમાં 4 કરોડથી વધુની કિંમતના 150થી વધુ વાહનો ઝડપી પાડયા હતા.

650 જેટલા આરોપીઓને ઝડપી પાડયા
જિલ્લામાં કુલ 550થી વધુ કેસમાં 650 જેટલા આરોપીઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જિલ્લાના અલગ અલગ પોલીસ મથકે ફરિયાદ નોંધી કેસમાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ LCB, SOG સહિત વલસાડ જિલ્લા પોલીસની ટીમે સમગ્ર જિલ્લામાં કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...