ટેક્નોલોજીથી થશે ટ્રાફિક નિયમન:વલસાડ જિલ્લા પોલીસ હાઈટેક કેમેરાથી સજ્જ બની, નિયમોનો ભંગ કરનાર સામે કરાશે દંડનીય કાર્યવાહી

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમેરાની મદદથી રોડ પરથી પસાર થતા દરેક વાહન પર નજર રાખવામા આવશે

વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હવે હાઈટેક બની છે. STB તરફથી વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસને બે વાહનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસને નવા વાહન સાથે ઇન્ટર સેપ્ટર લેઝરથી સજ્જ હાઈટેક કેમેરા મુકવામાં આવ્યા છે. જેના દ્વારા દરેક રોડ ઉપર થી પસાર થતા વાહન ચાલકો ઉપર નજર રાખી શકશે.

નિયમોનો ભંગ કરનાર સામે દંડનીયા કાર્યવાહી કરાશેત્રણ સવારી,હેલ્મેટ વિના,સીટ બેલ્ટ વિના કે ઓવર સ્પીડ વાહનો હકારનાર ની હવે ખેર નથી કારણ કે ઇન્ટર સેપ્ટર લેઝરથી સજ્જ કેમેરા ની ત્રીજી આંખ અંદાજીત 3 કિમી સુધીના અંતરની તમામ હલચલ ઉપર નજર રાખી શકે છે. એટલે કે ત્રણ સવારી જનારા, હાઇસ્પીડ વાહનો હંકારનાર તમામ ગુન્હાને અટકાવી શકાશે.

ટ્રાફિક વિભાગના PSI એ.આર. પટેલ અને તેમની ટીમ દ્વારા વલસાડની જનતાને જાહેર અપીલ કરતા કહ્યું છે કે, ટ્રાફિકના નિયમો જનતા અને દરેકના પરિવારની સુરક્ષા માટે છે. એટલે તમામ વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવુ જોઈએ. ટ્રાફિક પોલીસને ફાળવવામાં આવેલ ગાડીઓ જિલ્લામાં દરેક સ્થળે જઈ ફરી શકશે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો જો કેમેરામાં કેદ થયા તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એ નક્કી છે. એટલે કે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો હવેથી ચેતી જજો કારણ કે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

અન્ય સમાચારો પણ છે...