તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વલસાડ જિલ્લા પંચાયતનું 196 કરોડની પુરાંતવાળું 932 કરોડનું બજેટ મંજૂર

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મનરેગાના કામ માટેના બજેટની જોગવાઈમાં વધારો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વલસાડ જિલ્લા પંચાયતના રાજીવ ગાંધી સભાગૃહ ખાતે નવી ચૂંટાયેલી પાંખનું પ્રથમ બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના અધ્યક્ષસ્થાને 932 કરોડનું 196 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામા આવ્યું હતું.

જિલ્લા પંચાયત દ્વારા ચાલુ વર્ષે કોરોના મહામારીનો લઈને મનરેગા યોજના હેઠળ જિલ્લા પંચાયતમાંથી ગત બજેટ કરતા 3 ગણા ફંડની વધારની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને મનરેગા યોજના હેઠળ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન બેરોજગારી દૂર કરવા અને લોકોને રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ માનરેગમાં યોજનાનું બજેટ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

આજે મજૂર કરાયેલા બજેટમાં

વિકાસના કામ માટે 3 કરોડ,

તાકીદના પ્રશ્રનો માટે 25 લાખ,

શિક્ષણ માટે 26 લાખ,

આરોગ્ય માટે 14 લાખ,

સમાજ કલ્યાણ માટે 25 લાખ,

બાંધકામ વિભાગ માટે 40 લાખની જોગવાઈ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો