• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad District Majdoor Sangh Sent A Petition To The Collector Regarding The Pending Issues Of ST Employees And Anganwadi Sisters.

રજૂઆત:વલસાડ જિલ્લા મજદૂર સંઘે એસટીના કર્મચારીઓ અને આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજદૂર સંઘની માંગણીઓ ઉપર યોગ્ય નિર્ણય ન આવશે તો BJP વિરુદ્ધ કામગીરી કરવાની ચીમકી ઉચ્ચારી

વલસાડ જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ જિલ્લાની આંગણવાડી બહેનો અને એસટીના ડ્રાઈવર અને કંડકટર સહિત કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટર સહિત રાજ્ય સરકારમાં વારંવાર રજુઆત કરવા છત્તા રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ ઉપર ચોક્કસ નિર્ણય ન લેવાતા વલસાડ જિલ્લાની આંગણવાડી બહેનો અને એસટી કર્મચારીઓએ જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ એક રેલીનું આયોજન કર્યું હતું. વલસાડની સીબી સ્કૂલના ગ્રાઉન્ડથી શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી આકારે નીકળીને સરકાર વિરોધી સૂત્રો સાથે જિલ્લા કલેક્ટર અને DDOને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનોને માનવ વેતન કર્મચારીની જગ્યાએ સરકારી કર્મચારી તરીકે સમાવેશ કરવા, લઘુતમ પગાર વેતન ચૂકવવા સહિતની અનેક પડતર માંગણીઓ સહિતની અનેક પડતર માંગણીઓ લઈને આંગણવાડીની બહેનો દ્વારા સરકારમાં વારંવાર રજુઆત કરવામાં આવી હતી. ઘણા સમયથી આંગણવાડીની બહેનો દ્વારા પડતર માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ ઉપર હજુ સુધી યોગ્ય નિર્ણય ન કરવામાં આવતા આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો ખૂલીને સરકારની નિતિનો વિરોધ કરી રહી છે. સાથે એસટી ના ડ્રાયવર અને કંડકટર સહિતના કર્મચારીઓ ની હડતાળ બાદ યુનિયનના આગેવાનો સાથે થયેલા સમાધાન ની અમલવારી હજુ સુધી કરવામાં આવી નથી.

એસટીના કર્મચારીઓ દ્વારા મજદૂર સંઘના બેનર હેઠળ ઘણી વખત રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. સરકાર દ્વારા એસટીના કર્મચારીઓની પડતર માંગણીઓ પણ યોગ્ય રીને પૂર્ણ ન કરતા આજરોજ વલસાડ સીબી સ્કૂલથી જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સુધી એક રેલીનU ભવ્ય આયોજન વલસાડ જિલ્લા મજદૂર સંઘના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું. સરકારની નીતિઓ વિરુદ્ધ સૂત્રો બોલાવી વિધાસભા ચૂંટણી પહેલા તેમની પડતર માંગણીઓ ઉપર નિર્ણય કરવાની ચીમકી આપી છે. જો મજદૂર સંઘના આંગણવાડી બહેનો અને એસટી ના કર્મચારીઓની માંગણીઓ ઉપર નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિધાસભની ચૂંટણીમાં ભાજપ વિરોધમાં કામગીરી કરશે તેવી ચીમકી આગેવાનોએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...