વલસાડ જિલ્લામાં એડોપ્શન રેગ્યુલેશન- 2022 હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રે જિલ્લામાં એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝમાં 2015થી રહેતા 12 વર્ષીય બાળકને મૂળ બિહાર અને હાલ રાજકોટમાં રહેતા પરિવારને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કાયદેસરના માતા-પિતા તરીકે સ્વીકૃતિ આપી એડોપ્શન રેગ્યુલેશન-2022 અને જે.જે.એકટ-2015 મુજબ આખરી દત્તક વિધાનનો પ્રથમ આદેશ પસાર કરવામાં આવ્યો છે. (દત્તક વિધાન એક પ્રેમાળ વિકલ્પ છે, પણ ગેરકાયદેસર દત્તક વિધાન એ દંડનીય ગુનો છે.)
ભારત સરકાર દ્વારા બાળકોને દત્તક લેવા માટે નવો એડોપ્શન રેગ્યુલેશન-2022 પસાર કરવામાં આવ્યો છે. જેમાં અનાથ, ત્યજાયેલ અને સમર્પણ કરેલા બાળકો, રીલેટીવ એડોપ્શન તથા સ્ટેપ માતા- પિતા દ્વારા બાળકોને દત્તક લેવાની જોગવાઇ કરવામાં આવેલી છે. આવા બાળકોને ઝડપથી પ્રેમાળ પરિવાર મળી રહે તે હેતુસર નવા નિયમો અનુસાર જિલ્લા મેજીસ્ટ્રેટને સત્તાઓ આપવામાં આવી છે. આ પ્રસંગે પ્રોબેશનરી આઈ.એ.એસ. નિશા ચૌધરી, બાળકોના દત્તક વિધાન માટે કામગીરી કરતી કચેરીના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એમ. ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.આર. પટેલ તેમજ કલેક્ટરશ્રીએ જિલ્લા કક્ષાએ દત્તક વિધાન કામગીરી માટે ફાળવેલી એન.એ.જી શાખાના નાયબ ચીટનીશ એન.એન. પ્રજાપતિ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.