સમીક્ષા બેઠક:વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની બેઠક મળી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી
  • વલસાડ વિધાનસભા મત વિસ્તારના 4, પારડીના 3 અને ધરમપુરના 2 બુથોની મુલાકાત લઈ માર્ગદર્શન અપાયું

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્લી દ્વારા ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા. 12/08/2022ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ અન્વયે તા.21/08/2022(રવિવાર), તા.28/08/2022 (રવિવાર), તા.04/09/2022(રવિવાર) અને તા.11/09/2022 (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ સંદર્ભે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગરના નિયામકશ્રી ડી.એન.મોદીની વલસાડ જિલ્લાના ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેમના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે તા.03/09/2022ના રોજ 16 કલાકે કલાકે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તથા તમામ મતદાર નોંધણી અધિકારીઓ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં તા.01.10.2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 17-00 કલાકે વલસાડ જિલ્લાના રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી હતી. વધુમાં તા.04/09/2022ના રોજ 179-વલસાડ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલી 4 બુથોની, 180-પારડી વિધાનસભા મતદાર વિભાગના 3 બુથ તથા 178-ધરમપુર (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના 2 બુથોની મુલાકાત લઈ મતદાન મથક પર હાજર બુથ લેવલ ઓફિસરને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...