• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad District Election Expenditure Inspector Held A Meeting With The Nodal Officers Of The Teams On The Issue Of Election Expenditure

વિધાનસભા‎ ચૂંટણી 2022‎:વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકે ચૂંટણી ખર્ચ મુદ્દે ટીમોના નોડલ અધિકારીઓ સાથે બેઠક કરી

વલસાડ‎21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લાની 5 બેઠક પર 1લી ડિસેમ્બરની ચૂંટણી ખર્ચ સંબંધિત નિરીક્ષક ડો. રંજન અગ્રવાલને મો.6354378845 પર ફરિયાદ કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી અન્વયે વલસાડ જિલ્લાની 5 બેઠક પર 1લી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી સંદર્ભે ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ નિરિક્ષક તરીકે નિયુક્ત કરાયેલા ડો. રંજન અગ્રવાલ (આઈઆરએસ)ના અધ્યક્ષ સ્થાને સોમવારે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે, એક્સપેન્ડિચર મોનિટરીંગ નોડલ ઓફિસર મનિષ ગુરવાની અને જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતીમાં ચૂંટણી સંબંધિત વિવિધ કામગીરીના જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક મળી હતી.

જેમાં વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.બેઠકના અધ્યક્ષસ્થાનેથી ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો. રંજન અગ્રવાલે નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપી ચૂંટણીમાં નોડલ અધિકારી અને કર્મચારીઓએ કરવાની કામગીરી અંગે માહિતી આપી હતી. અધિકારીઓ સંવાદ કરી ભૂતકાળમાં ચૂંટણીલક્ષી ફરજો અને જવાબદારીઓની પણ જાણકારી મેળવી હતી. બેઠકને સંબોધતા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો. રંજન અગ્રવાલે વલસાડ જિલ્લામાં યોજાનારી વિધાનસભા મત વિસ્તારની પાંચેય બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અનુરોધ કરી પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમો વચ્ચે સંકલન જળવાઈ રહે તેના ઉપર પણ ભાર મુક્યો હતો.\\nજિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તેવી હિમાયત કરી અધિકારી અને કર્મચારીઓ પોઝિટિવ એનર્જી સાથે સુપેરે કામગીરી પાર પાડે તે માટે શુભકામનાઓ આપી હતી. બાદમાં દરેક ટીમોને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યુ હતું.

લસાડ જિલ્લાના પ્રજાજનો, રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો ચૂંટણી ખર્ચ નિરીક્ષક ડો. રંજન અગ્રવાલને મો. 6354378845 પર કરી શકાશે. મતદારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જેમાં ટોલ ફ્રી નંબર 1800 233 2610 અને લેન્ડ લાઈન નંબર 02632-297019 છે. જેના પર મતદારોએ સંપર્ક કરવાનો રહેશે. બેઠકમાં નિશા ચૌધરી (પ્રોબેશન આઈએએસ), ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના વિક્રમસિંગ રત્નુ, નોડલ કોડ ઓફ કંડક્ટ અને પ્રાયોજના વહીવટદાર અશોક કલ્સરીયા, સુપ્રિટેન્ડન્ટ ઓફ કસ્ટમ રિશી શર્મા, એકાઉન્ટ ટીમના નોડલ અધિકીરી, સ્ટેટિક સર્વિલન્સ ટીમ, ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો વ્યુઈંગ ટીમ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ, એમસીએમસી ટીમ, એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના પાંચેય વિધાનસભા મત વિસ્તારના તમામ નોડલ ઓફિસરો તથા ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી તમામ ટીમોના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...