તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન જાગૃતિ:વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અંગે સ્‍પર્ધાઓ યોજાઇ

વલસાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ કલેક્‍ટર કચેરી, વલસાડના સંયુક્‍ત ઉપક્રમે સ્‍થાનિક સ્‍વરાજ તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીઓ-૨૦૨૧ અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

જે પૈકી મતદાનનું મહત્ત્વ વિષય ઉપર વકતૃત્‍વ અને નિબંધ સ્‍પર્ધામાં 43 શાળાના 1154 વિદ્યાર્થીઓ, ઓનલાઇન કવીઝ સ્‍પર્ધામાં 51 શાળાના 1874 વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ. અને એન.સી.સી.ની 18 શાળાઓ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોમાં 1102 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં ભાગ લેનારા તમામ સ્‍પર્ધકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

આ સ્‍પર્ધાઓનું સંપૂર્ણ આયોજન એસ.વી.એ.પી.ના નોડલ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.બારીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો