• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad District Congress In charge Took Action To Take Sense About The Candidates, Efforts Will Be Made To Strengthen The Party

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ:વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રભારીએ ઉમેદવારો અંગે સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરી, પક્ષને મજબૂત કરવા પ્રયાસો હાથ ધરાશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ દ્વારા આગામી 15 સપ્ટેમ્બરે ગુજરાતના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરાશે

રાજ્યમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વલસાડ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો અંગે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે AICCના સેક્રેટરીએ જિલ્લાના તમામ ઉમેદવારો અંગે વલસાડ જિલ્લાના અગ્રણીઓ પાસે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આગામી 15 સપ્ટેમ્બરે ગુજરાતના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરીને ચૂંટણી પૂર્વે ઉમેદવારોના ચહેરા નક્કી કરવાની કામગીરી હાથ ધરીને પક્ષને ફરી મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

AICCના સભ્યોએ સેન્સ લેવાની કામગીરી હાથ ધરી
વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની 182 વિધાનસભાની બેઠકો ઉપર કોંગ્રેસ અગ્રણીઓ પાસેથી સેન્સ લેવાની કામગીરી AICCના સભ્યોએ હાથ ધરી છે. જેને લઈને વલસાડ શહેર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે AICCના સેક્રેટરી તેમની ટીમ સાથે વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના અગ્રણીઓ પાસે જિલ્લાના તમામ ઉમેદવારો માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણીની પ્રાથમિક રણનીતિ તૈયાર કરવામાં આવશે
AICCના સભ્યો જિલ્લાની તમામ વિધાનસભા બેઠક માટે ઉમેદવારો નક્કી મારીને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની પ્રાથમિક રણનીતિ તૈયાર કરવામાં આવશે. આગામી 15 સપ્ટેમ્બરે ગુજરાતના ઉમેદવારોની પ્રથમ યાદી રજૂ થશે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જિલ્લા કોંગ્રેસ દ્વારા નબળા પડેલા કોંગ્રેસના બુથમાં પાયાના કાર્યકરોને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપ મુક્ત ગુજરાત બનાવવા કોંગ્રેસ દ્વારા જરૂરી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. વલસાડમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોને આગળ લાવી શાંત પડેલી કોંગ્રેસને વધુ આક્રમક રીતે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છું. કોંગ્રેસ અગ્રણીઓએ મન ભેદ ભૂલીને જિલ્લામાં કોંગ્રેસી ધારાસભ્યોને જીતાડવા એડીથી ચોંટી સુધીનું જોર લગાવવા પ્રયાસો હાથ ધરવા આહવાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...