તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વલસાડ જિલ્લા બસ એસોસિએશન દ્વારા આજ રોજ વલસાડ જિલ્લા કલેક્ટર અને આર.ટી.ઓ ઓફિસને આવેદનપત્ર આપવામાં આવ્યું

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 6 મહિના સુધી ઉભેલી બસનો ટેક્સ ન લેવા રજૂઆત કરી
 • રૂ.100 જેટલો ટેક્સ કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી

વલસાડ જિલ્લાના 150 જેટલા લકઝરી બસ સંચલોકોએ આજે વલસાડ જિલ્લા કલકેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખાનગી બસ ધારકો દ્વારા જિલ્લા કલેકટર અને આર.ટી.ઓ ઓફીસને આવેદનપત્ર આપી 6 મહિના સુધી ઉભેલી બસનો ટેક્સ ન લેવા તથા રૂ.100 જેટલો ટેક્સ કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

કોરોનાકાળમાં ખાનગી બસ સંચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો

કોરોના કહેરને લઈને રાજ્યભરમાં ખાનગી બસ ધારકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોરોના કહેરને લઈને લોકો પ્રવાસ માટે તથા પોતાના ઘરે લગ્ન પ્રસંગ બહાર નીકળવાનું ટાળી રહ્યાં હોવાના કારણે ખાનગી બસ સંચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ખાનગી બસ સંચાલકોના વ્યવસાય ઘણા સમયથી બંધ હોવાના કારણે બસ માલિકોને આર્થિક સકળામણનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આર.ટી.ઓ દ્વારા ખાનગી બસ સંચાલકો પાસેથી ખાનગી બસો બંધ હોવા છત્તા રોડ ટેક્સ લેવામાં આવી રહ્યો છે. હાલ લક્ઝરી બસ બંધ હોવા છતાં પણ બસ ધારકો પાસે આર.ટી.ઓ દર મહિને 21 હજાર રૂપિયા ટેક્સ લેવાના કારણે બસ માલિકોને દેવાદાર બનવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો