તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'તાઉ-તે'ની અસર:વલસાડ જિલ્લામાં 'તાઉ-તે' વાવાઝોડાની અસર જોવા મળી, વલસાડ સહિત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, પારડી અને વલસાડમાં એક-એક ઈંચ વરસાદ

તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે વલસાડ જિલ્લામાં બે દિવસ થી વાતાવરણમાં પલટો આવ્યો હતો.. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.. આજે દિવસભર તિથલ સહિત જિલ્લા ના અન્ય દરિયા કિનારા વિસ્તારમાં દરિયામાં તોફાની મોજા ઉછળ્યા હતા. સોમવારે દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં ઉમરગામ 80mm, કપરાડા 05mm, ધકરામપુર 05mm, પારડી 26mm, વલસાડ 32mm અને વાપી 07mm વરસાદ નોંધાયો છે.

વલસાડ તિથલ દરિયા કિનારે તાઉ-તે વાવાઝોડાની અસરને લઈને દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો ..રાત્રે પણ વલસાડ જિલ્લાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો હતો .રાત્રે પણ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા.. સાંજથી રાત સુધીમાં વલસાડ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ માં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.. ત્યારબાદ પારડી અને વલસાડમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ સવારથી મોડીરાત સુધી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો ..અને જિલ્લાના લગભગ તમામ તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.. જો કે દરિયા કિનારે આવેલા વલસાડ, પારડી અને ઉંમરગામ તાલુકામાં તોફાની પવન અને વરસાદ વરસ્યો હતો.

વલસાડ જિલ્લાના તિથલના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારે પણ અનેક વિસ્તારોમાં તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.. તિથલના દરિયા કિનારે કાચા સ્ટોલના છત પણ ઉડી ગઈ હતી. અને સ્ટોલ ધારકોનો સામાન રાત્રે પણ વેરવિખેર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...