તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Valsad District Administration On High Alert For Corona Cases In Neighboring State Of Maharashtra, Health Department Team Deployed At Maharashtra Gujarat Border

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની દહેશત:પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા વલસાડ જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું, મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આરોગ્યવિભાગની ટીમ તૈનાત કરાઈ

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય ટીમ તૈનાત કરાઈ
 • મહારાષ્ટ્રથી આવતા લોકોના આરોગ્યની તપાસ શરૂ

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આથી મહારાષ્ટ્રમાં ફરી એક વખત મિનિ લોકડાઉંન જેવો માહોલ સર્જાઈ ગયો છે. જેને લઇને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર ભીલાડ ચેકપોસ્ટ પર ફરી એક વખત વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને ગુજરાતમાં પ્રવેશતા લોકોનું થર્મલ સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. અને તેમના મુસાફરોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે. લોકડાઉન વખતે મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલી ભીલાડ ચેકપોસ્ટ પર વિશેષ સતર્કતા રાખવામાં આવી હતી. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 24 કલાક આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાના કેસમાં ઘટાડો થતાં તેમાં ઢીલ મૂકવામાં આવી હતી. પરંતુ હવે ફરી એક વખત મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને લઈને વલસાડનું વહીવટીતંત્ર અગાઉથી જ સતર્ક થઇ ગયું છે. ભીલાડ ચેકપોસ્ટ પર ફરી એક વખત લોકડાઉનની માફકજ વાહન ચેકિંગ અને આરોગ્ય વિભાગ દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. અને તેમના ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. સાથે જ જિલ્લામાં બહારથી આવેલા અને વિદેશથી આવેલા લોકો પર પણ આરોગ્ય વિભાગ વિશેષ નજર રાખી રહ્યું છે. આમ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ભીલાડ ચેકપોસ્ટ ફરી એક વખત લોકડાઉન વખતે બોર્ડર પર જોવા મળેલા દ્રશ્યો ફરી એક વખત દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો