તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન ટાર્ગેટ:વલસાડ જિલ્લામાં 60 અને તેનાથી વધુ ઉંમરના વયસ્કોના વેક્સિનેશનમાં માત્ર 35 ટકા જ સિધ્ધિ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લામાં હજી 67 ટકા લક્ષ્યાંક બાકી,અવેરનેસ માટે વિભાગની દોડધામ, 1.40 લાખના લક્ષ્યાંક સામે 14362 વયસ્કનું વેક્સિનેશન થયું

વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજા તબક્કાના વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ નોંધવામાં આવેલા 60 અને તેનાથી વધુ વયના 1.40 લાખ વયસ્કોના લક્ષ્યાંક સામે 35 ટકા સિધ્ધિ મળી છે.આ બાકીના રહી ગયેલા વયસ્કોના વેક્સિનેશન માટે બાકી રહેલું 67 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા લોકોમાં અવેરનેસ માટે વિભાગ કામે લાગ્યું છે.વલસાડ જિલ્લામાં સરકારની ગાઇડલાઇન મુજબ પ્રથમ તબક્કે ફ્રન્ટલાઇન વર્કર્સ,બીજા તબક્કામાં હેલ્થ કેર વર્કર્સનો સમાવેશ કર્યો હતો.તેનો 16 જાન્યુઆરીથી અમલ શરૂ કરી દીધો હતો.

ત્યારબાદ 1 માર્ચ-2021થી 60 વર્ષથી વધુ ઉમરના વયસ્કોને રસી આપવા માટે યોજના તૈયાર થઇ હતી.જે માટે પ્રથમ તબક્કામાં 1,40,311 વયસ્કોને રસીકરણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે વિભાગે કાર્યવાહ હાથ ધરી હતી,પરંતુ આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે હજી વાર લાગશે.25 માર્ચ સુધીમાં 60 વર્ષથી વધુ ઉમરના વયસ્કોના નક્કી કરાયેલા લક્ષ્યાંક સામે 49684 વયસ્કોનું વેક્સિનેશન સિધ્ધ થઇ શક્યું છે.

એટલે કે 35 ટકા જ લક્ષ્યાંક પૂર્ણ થયું છે. હજી આ લક્ષ્યાંક પુર્ણ કરવા માટે 67 ટકા લક્ષ્યાંક સિધ્ધ કરવાનો પડકાર આરોગ્ય વિભાગ સામે છે.

વેક્સિનેશન ગ્રાફ
-હેલ્થ કેર વર્કર્સડોઝટાર્ગેટએચિવમેન્ટટકા
} પ્રથમ ફેઝપ્રથમ ડોઝ1342014362107
બીજો ડોઝ143621115278
-ફ્રન્ટલાઇન વર્કર્સડોઝટાર્ગેટએચિવમેન્ટટકા
} સેકન્ડ ફેઝપ્રથમ ડોઝ126651168492
બીજો ડોઝ11684902977
વય માપદંડટાર્ગેટએચિવમેન્ટટકા
} થર્ડ ફેઝ60 પ્લસ1403114918235
45થી 59વર્ષ701325137358

45થી 59 વર્ષના વેક્સિનેશનમાં લક્ષ્યાંક કરતા 358 ટકાનો વધારો
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે 45 થી 59 વર્ષના કોમોર્બિટી ધરાવતા વ્યક્તિઓનું વેક્સિનેશન કરવા માટે પ્રથમ તબક્કે 7013નો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.પરંતું તેની સામે 25137 વ્યક્તિનું વેક્સિનેશન થતાં ત્રણ ગણો એટલે કે 358 ટકાનો વધારો સિધ્ધ કરવામાં આરોગ્ય અને જિ.વહીવટી તંત્રને સફળતા મળી છે.

જિલ્લામાં વેક્સિનેશન માટે અનેક વ્યવસ્થા કરાઇ છતાં નબળો પ્રતિસાદ
1 માર્ચ 2021થી 60 વર્ષથી વધુ અને 45 થી 60 વચ્ચેના કોમોર્બિટી ધરાવતા વ્યક્તિઓ માટે વલસાડ તાલુકામાં કસ્તુરબા હોસ્પિટલ,આદર્શ હોસ્પિટલ,અમિત હોસ્પિટલ,પારડી તા.માં નાડકર્ણી હોસ્ટપિટલ ,વાપી તા.માં હરિયા હોસ્પિટલ,શેલ્બી હોસ્પિ.જનસેવા,21 સેન્ચ્યુરી હોસ્પિ.અને રેમ્બો હોસ્પિટલ ,ઉમર ગામમાં શ્રીજી હોસ્પિ.,ધરમપુર તાલુકામાં શ્રીમદરાજચંદ્ર હોસ્પિટલ નક્કી કરાયા હતા.આ સિવાય સરકારીમાં જિલ્લાના તમામ પીએચસી,અર્બન હેલ્થ સેન્ટરો,સીએચસી,સ્ટેટ હોસ્પિટલ,ધરમપુર,સિવિલ વલસાડ ખાતે વેક્સિનેશન માટે સુવિધા નક્કી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો