• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad District 334 Gram Panchayat Elections Will Be Held On December 19, Implementation Of Code Of Conduct Starts From Today

ગ્રામ પંચાયતનો જંગ:વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતની 19 ડીસેમ્બરે ચૂંટણી યોજાશે, આજથી આચારસંહિતાનો અમલ શરૂ

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર ડીસેમ્બરથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે બેલેટપેપરથી ચૂંટણી યોજવામા આવશે

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. સોમવારે રાજ્ય ચૂંટણીપંચે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી છે જેમાંથી વલસાડ જિલ્લાના 467 ગામડાઓ પૈકી 334 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે.

વલસાડ જિલ્લાના 467 ગામોમાંથી 334 ગામોની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે આચાર સહિત શરૂ થઈ ગઈ છે. વલસાડ જિલ્લાના 467 ગામોમાં આજથી આચારસંહિતા લાગું પડી ગઈ છે, જેમાં સામાન્ય ચૂંટણીનાં ગામો 334 ગામોમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. વલસાડ જિલ્લામાં કુલ 334 ગામોના સરપંચો અને ગ્રામપંચાયત વોર્ડના સભ્યો ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતરશે.

ગુજરાત રાજ્યના ચૂંટણીપંચે સોમવારના રોજ ગ્રામપંચાયતની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જોકે, આ ચૂંટણી માટે બેલેટપેપર દ્વારા મતદાન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી હોતી. જો કે, ચૂંટણીમાં જે તે પાર્ટીના સમર્થક ઉમેદવારો જ ચૂંટણી લડતા હોય છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ દ્વારા વધુમાં વધુ પોતાની સમર્થિત પંચાયતો આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...