લૂંટ કરવાના ઈરાદે ખૂન, ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા અતિ ગંભીર ગુના વલસાડ પંથકમાં આચરતી ગેંગના કુખ્યાત અને રીઝા આરોપીઓને ઝડપી પાડી ત્રણ વર્ષ જૂના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સાથે જ 12 વણ ઉકેલ્યા ગુનાઓનો ભેદ પણ ઉકેલી લાખો રૂપિયાનો મુદ્દામાલ વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાંચ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
મહિલા આરોપીને ટીપ આપતી
આરોપી મહિલા એલઆઈસીનું કામ કરતી હોવાથી તે ફરિયાદી સાથે સંપર્કમાં આવતી અને સંબંધ કેળવી તેની તથા તેના ઘરની પુરી ડિટેઈલ મેળવી લેતી હતી. બાદમાં આરોપીઓને તેના ધંધા, મિલકત, વાહન વગેરેની ડિટેઈલ આપી દેતી હતી. આ ડિટેઈલના આધારે આરોપી વિજય ઘુટીયા અને તેના માણસોની ગેંગ અપહરણ કરીને કે લૂંટ ચલાવી નાસી જતાં હતાં.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
તમામ આરોપીઓ લૂંટ-ચોરી સહિતના ગંભીર ગુનાઓમાં અગાઉ પણ સંડાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 71 હજાર સોનાના દાગીના, મોબાઈલ ફોન નંગ 8, ગુનામાં વપરાયેલા 3 વાહનો અને એલસીડી ટીવી લેપટોપ સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.