વાલીઓ અને સમાજ માટે આંખ ઉઘાડનારી બાબત:વલસાડ CWC સમક્ષ નશાની બંધાણી થયેલી 2 બાળકીને રજૂ કરાતા ચિલ્ડ્રન હોમમાં દાખલ

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંબાકુ,માદકપદાર્થના સેવનની ચોંકાવનારી બાબત CWCના સામે આવી

વલસાડ જિલ્લા બાળ કલ્ણાણ સમિતિ (CWC) સમક્ષ સોમવારે બે બાળકીઓને રજૂ કરવામાં આવી હતી. નવસારી શહેરના રસ્તા ઉપર એક 7 વર્ષ અને બીજી 9 વર્ષની બે બાળકી નજરે પડી હતી.જેનો કોઇ વાલીવારસ નહિ જણાતાં કોઇકે નવસારી પોલીસને કરવામાં આવી હતી.બંન્ને બાળકીને લાવીને પોલીસ દ્વારા નવસારી જિલ્લાની બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં આવી હતી.

નવસારી CWCની ટીમે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન સોનલબેન સોલંકીને આ બંન્ને બાળકી અંગે વાકેફ કર્યા હતા.ત્યારબાદ ચર્ચા અંતે નવસારી સીડબ્લ્યુસીની ટીમે બંન્ને બાળકીને વલસાડ લઇ આવી વલસાડની CWCના ચેરમેન સોનલબેન સોલંકી અને કમિટિના સભ્યોને સુપરત કરી દીધી હતી.બંન્ને માસુમ બાળકીઓની વધુ સંભાળ માટે હાલે ચિલ્ડ્રન હોમમાં મોકલી આ બંન્ને બાળકીઓ બાજીપુુરા પંથકની હોય તેમના માતા પિતાને શોધવા વલસાડ CWCની ટીમ દ્વારા કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

નવસારીથી બિનવારસી હાલતમાં મળી
આ બંન્ને માસુમ બાળકીઓ નવસારીમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી.નવસારી CWC અને પોલીસે તેમને વલસાડ CWC સમક્ષ રજૂ કરી હતી.બાળકીઓની તપાસ કરાતા બંન્ને માસૂમ બાળકી ગુટખા,તંબાકુ,ચરસગાંજા જેવા માદકપદાર્થોની બંધાણી હોવાની ચોંકાવનારી અને દુ:ખદ બાબત માલુમ પડી છે.જે સંતાનો પ્રત્યે લાપરવાહ રહેતા વાલીઓ અને સમાજ માટે આંખ ઉઘાડનારી બાબત છે. > સોનલબેન સોલંકી, ચેરપર્સન, CWC, વલસાડ

અન્ય સમાચારો પણ છે...