વલસાડમાં કોર્ટના નોકરી કરતાં એક કર્મચારીએ ઉમરગામ બદલી થવાના પગલે કોર્ટના સ્ટાફ રૂમમાં ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પગલું તેણે જજ ઉપર દબાણ લાવવા ભર્યું હોવાના મામલે કોર્ટના એડિશનલ રજિસ્ટ્રારે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વલસાડની પાંચમી એડિશનલ સિનીયર સિવિલ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં બિપીન ભાવસંગભાઇ સોલંકી,રહે.પારડી કોર્ટ ક્વોર્ટર,પારડીનાની ઉમરગામ કોર્ટમાં બદલી કરવાનો ઓર્ડર થતાં નારાજ થઇ બિપીન સોલંકીએ કોર્ટના સ્ટાફ રૂમમાં શુક્રવારે રિસેષ દરમિયાન ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ કોર્ટમાં દોડાદોડી વચ્ચે તેને ડોક્ટર હાઉસમાં દાખલ કરી સારવાર આપવામાં આવતાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.
જેની હકીકત એવી છે કે, શુક્રવારે સવારે 11 વાગ્યે વલસાડની કોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર જીગ્નેશાબેન હિમાંશુભાઇ પટેલ પાસે આવ્યા હતા અ્ને લેખિત અરજીમાં જણાવ્યું હતું કે,પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને મળવું છે.જેથી જિગ્નેશાબેને અરજી લઇને પ્રિ.સિની. સિવિલ જજ આઇ.એ.શેખનની સહિમાં મૂકી દીધું હતું.આ અરજીમાં જજની સહિ થઇને આવતાં આસિસ્ટન્ટ બિપીન સોલંકીએ કહ્યું હતું કે,મારી અરજી મને આપી દો હું,હાથો હાથ લઇને જાઉં છું જેથી જીગ્નેશાબેને તેને અરજી આપી દીધી હતી.
જે લઇને બિપીન સોલંકી ચાલી ગયા હતા.ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર પી.જે. વ્યાસે જિગ્નેશાબેનને ફોન પર જણાવ્યું હતું કે,બિપીનભાઇ સોલંકીએ દવા પી લીધેલી છે.જેથી તપાસ કરતાં ઉમરગામ સિવિલ કોર્ટમાં બિપીન સોંલંકીની બદલી કરાતા બદલી અટકાવવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ઉપર દબાણ લાવવા કોર્ટમાં રિશેષ ગાળામાં કોર્ટના સ્ટાફ રૂમમાં ઝેરી દવા પી ગયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતુ. આ મામલે એડિશનલ રજિસ્ટ્રાર જિગ્નેશાબેન પટેલે આત્મહત્યાનો પ્રયાસ કરી બદલી અટકાવવા જજ ઉપર દબાણ લાવવાના ગુના અંગે કોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.