તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:વલસાડમાં ખોટા દારપણાનો દાખલ બનાવી આપવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓના જામીન નામંજૂર કરતી વલસાડ કોર્ટ

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019માં પકડાયેલી કાર છોડાવવા માટે વર્ષ 2020માં કોર્ટમાં ખોટો દાખલો રજૂ કરાયો હતો

વલસાડ રૂરલ પોલીસ મથકે 2019માં દારૂના કેસમાં પકડાયેલી કાર છોડાવવા માટે વર્ષ 2020માં સિવિલ કોર્ટમાં જોધપુર મામલતદાર અને તલાટી કમ મંત્રીનો ખોટા દારપણાનો દાખલો રજૂ કરી કાર છોડાવી હતી. તે કેસમાં દારપણાનો દાખલો બનાવી આપનાર આરોપી ઝડપાયા બાદ વલસાડ કોર્ટમાં આરોપીએ રેગ્યુલર જામીન અરજી ના મંજુર કરતો વલસાડ કોર્ટ હુકમ કર્યો છે.

વલસાડ રૂરલ પોલીસ મથકે વર્ષ 2019માં દારૂના કેસમાં એક કાર નંબર GJ-05-RG-8396 પકડાઈ હતી. જે કાર ને છોડાવવા માટે વલસાડ સિવિલ કોર્ટમાં જોધપુર મામલતદાર અને તલાટીની સહી વાળો ખોટો દારપણાનો દાખલો 2020માં આરોપીએ રજૂ કરી કાર છોડાવી લઇ ગયો હતો. તે અંગે વલસાડ કોર્ટને દારપણાના દાખલામાં અધિકારીની સહી ઉપર શંકા જતા દાખલાની ખરાઈ કરવા માટે જોધપુર મામલતદાર તથા તલાટી કમ મંત્રીને જાણ કરતાં દારપણાનો દાખલો ખોટો હોવાનુ માલુમ પડ્યું હતું.

વલસાડ કોટી સીટી પોલીસ મથકે રાજુભાઈ સોની અને સંજય મકવાણા સામે FIR નોંધાવી હતી. જે કેસમાં દારપણાનો ખોટો દાખલો બનાવનાર આરોપી ગોપાલભાઈ બચુભાઈ વેકરીયા ની સીટી પોલીસે ધરપકડ કરી હતી. જે કેસમાં 8મી જૂનના રોજ વલસાડ સેશન્સ કોર્ટમાં આરોપીએ જામીન અરજી મુકી હતી. DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી, સેશન્સ જજ ડી. કે. સોનીએ ગોપાલભાઈ વેકરીયાના જામીન ના મંજુર કરતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...