વલસાડ તાલુકાના પારનેરા ગામમાં રહેતા એક કાર લે-વેચના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ વર્ષ 2020માં 5 લાખ રૂપિયા 10% જેટલા ઊંચા વ્યાજે આપ્યા હતા. નાણાં ધીરનાર વેપારીના લાયસન્સ વગર ઊંચા વ્યાજે રૂપિયા આપી વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરવાના કેસમાં વલસાડ રૂરલ પોલીસ મથકે ચણવઈ ઇઝહરુદ્દીન નાઝીમ કાઝી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપી વોન્ટેડ છે. આરોપીએ પોલીસ ધરપકડથી બચવા માટે વલસાડની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કર્યા હતા. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે આરોપી ઇઝહરુદ્દીન નાઝીમ કાઝીના આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
રાજ્ય સરકારે વ્યાજખોરી અટકાવવા વિશેષ ઝૂંબેશ ચલાવી હતી. જે અંતગત વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદમાં પરનેરા ખાતે રાહત એક કાર લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ઓગષ્ટ 2020માં ઇઝહરુદ્દીન નાઝીમ કાઝી પાસેથી રૂ 5 લાખ 10%ના ઊંચા વ્યાજે લીધા હતા. અને માસિક 50 હજાર લેખે 15 માસમાં 7.50 લાખ ચૂકવી દીધા હતા. જે બાદ રૂપિયા ચૂકવવાનું બંધ કરતા ઇઝહરુદ્દીન નાઝીમ કાઝી અને તેના પરિવારના સભ્યો વેપારીના ઘરે જઈને જબરજસ્તી રૂપિયાની ઉઘરાણી કરવા વેપારી અને તેના પરિવારને ધમકાવવા લાગ્યા હતા. જેનાથી કંટાળીને વેપારી દમણ ખાતે રહેવા જતો રહ્યો હતો. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે મુહિમ શરૂ કરતાં પરનેરના વેપારીએ નાણાં ધીરધારનું લાયસન્સ વગર ગેયકાયદેસર રીતે અને ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરવા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતો.
તે કેસમાં ઇઝહરુદ્દીન નાઝીમ કાઝી વોન્ટેડ છે. પોલીસ ધરપકડથી બાંધવા ઇઝહરુદ્દીન નાઝીમ કાઝીએ આજરોજ વલસાડની સેશન્સ કોર્ટમાં પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે આરોપી ઇઝહરુદ્દીન નાઝીમ કાઝીના આગોતરા જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.