ટ્રાફિકનો નિયમ તોડવાના અનેક પેંતરા:વલસાડમાં કોઇકે નંબર પ્લેટ પર ચૂંદડી બાંધી તો કોઇકે હાથ આડો રાખ્યો, જિલ્લામાં 12,775 વાહન ચાલકોએ દંડ ભર્યો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા જિલ્લામાં 18,541થી વધુ ઇ-ચલણ ઈશ્યુ કર્યા
  • જિલ્લાના 21 લોકેશનો ઉપર 114 જેટલા હાઈટેક CCTV કેમેરા લગાવવામાં આવ્યા
  • લોકડાઉન વખતે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવા કમાન્ડ કંટ્રોલની ટીમે મહત્વની ભૂમિકા ભજવી

વલસાડ જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતી માટે તેમજ જિલ્લામાં વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે કમાન્ડ કંટ્રોલ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં જીલ્લાના 21 લોકેશનો ઉપર 114 જેટલા હાઈટેક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના માધ્યમથી 800થી વધુ જિલ્લામાં ગુનાઓ ઉકેલવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જ્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા 18,541 વાહન ચાલકોને ઇ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં 32 કર્મચારીઓ 24x7 3 શિફ્ટમાં ફરજ બજાવી રહ્યાં છે. કમાન્ડ કંટ્રોલની ટીમની બાજ નજરથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કે કાયદાનો ભંગ કરતા લોકોને ઝડપી પાડવા મહત્વ પૂર્ણ યોગદાન રહ્યું છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ, વાપી અને પારડી ખાતે નવા 180 CCTV કેમેરા લગાવવા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લામાં 21 લોકેશન ઉપર 114 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા
વલસાડ જિલ્લા કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા જિલ્લામાં વાહન ચાલકો પાસેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા અને જિલ્લાના ગુનાઓ ઉકેલવા માટે કમાન્ડ કંટ્રોલની ટીમની રચના કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2020થી 11 જૂન 2021 સુધીમાં કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા જિલ્લામાં 18,541જેટલા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 18,541 જેટલા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમ મુજબ ઇ-ચલણ મેમો ચાલકોને આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં 21 લોકેશન ઉપર 114 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં 9 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને મત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

32 કર્મચારીઓ 3 શિફ્ટમાં 24x7 કાર્યરત
કમાન્ડ કંટ્રોની ટીમમાં કુલ 32 કર્મચારીઓ 3 શિફ્ટમાં 24x7 વલસાડ જિલ્લાની સુરક્ષા માટે ફરજ નિભાવી રહ્યા છે. વલસાડ કમાન્ડ કંટ્રોની ટીમ દ્વારા છેલ્લા 16 માસમાં 800થી વધુ ગુનાઓ ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. કમાન્ડ કંટ્રોલ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા 18,541 ઇ-ચલણ પૈકી વલસાડ સીટી પોલીસ મથક અને વાપી ટાઉન પોલીસ મથકે કુલ 12,775 જેટલા વાહન ચાલકોએ ઇ ચલણમાં દર્શાવ્યા મુજબનો દંડ ભરપાઈ કર્યો છે. કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા લોકડાઉન વખતે લોકડાઉનનો ભંગ કરતા લોકોને ઝડપી પાડવા અને લોકડાઉનનો ચુસ્ત પાલન કરવા મહત્વની કામગીરી કરી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઇ-ચલણ ભરવા માટે વલસાડ સીટી પોલીસ મથક અને વાપી ટાઉન પોલીસ મથકે સેવા શરૂ કરવામાં આવી છે. સાથે ઓનલાઇન પ્રેમેન્ટ કરવા ઇચ્છતા વાહન ચાલકોએ https://echallanpayment.gujarat.gov.in ઉપર ઓનલાઇન પ્રેમેન્ટ પણ કરી શકો છો.

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો અનેક પ્રયોગો કરે છે
વલસાડ જિલ્લામાં બીજા ફેસમાં ઉમરગામ, વાપી અને પારડી ખાતે કુલ 180 હાઈટેક CCTV કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનારા છે. બીજા ફેસમાં CCTV કેમેરા લગાવવાની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારમાંથી મંજૂરી મળતાની સાથે CCTV કેમેરા લગાવવામાં આવશે.તાજેતરમાં કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા વલસાડ ટ્રાફિકનો નિયમોનો ભંગ કરતા ટીમથી બચવા અનેક ઉપાયો કરવા છત્તા ટીમે વાહન ચાલકોને ઝડપી પાડયા હતા. જેમાં નંબર ઉપર માસ્ક લગાવવું, ચૂંદળી બાંધીને નંબર સંતાળવો, નંબર પ્લેટ બેન્ડ વાળવી સહિત.અનેક તરકીબો અપનાવતા ઝડપી પાડયા હતાં.

ઇ મેમો આપી દંડ ભરવા એક માસનો સમય આપવામાં આવે છે
ટ્રાફિકના નિયમો ભંગ કરતા વાહન ચાલકોને નિયમ મુજબ ઇ મેમો આપી દંડ ભરવા એક માસનો સમય આપવામાં આવે છે. તેમ છતા દંડ ન ભરી જનાર વાહન ચાલકોને 3 વખત ટેલિફોનિક જાણ કરવામાં આવે છે. બાદમાં એલર્ટ એલાર્મ મૂકીને વાહન ચાલકોને લોકેશન વાહન ડિટેન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

કમાન્ડ કંટ્રોલની સર્વેલન્સની ટીમ દ્વારા લૂંટ, ચોરી, અકસ્માત વગેરે ભેદ ઉકેલ્યા
કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા જિલ્લામાં લૂંટ, ચોરી અને રોડ અકસ્માતના ગુનાઓ ઉકેલવામાં કમાન્ડ કન્ટ્રોલની સર્વેલન્સની ટીમે મહત્વનું યોગદાન આપ્યું છે. કમાન્ડ કંટ્રોલની ટીમમાં 23 પોલીસ જવાનો અને 9 એન્જીનિયરો દ્વારા સતત સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. કમાન્ડ કંટ્રોલના કેમેરા 9 આંતર રાજ્ય ચેકપોસ્ટ અને મહત્વના સ્થળોએ કાર્યરત કરવામાં આવ્યા છે

બીજા ફેસમાં વાપી, ઉમરગામ અને પારડીમાં કેમેરા લગાવવામાં આવશે
કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા આગામી દિવસોમાં બીજા ફેસમાં પારડી, વાપી અને ઉમરગામના મહત્વના સ્થળોએ CCTV કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી જિલ્લામાં ગુનાઓ અટકાવવા અને વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા કમાન્ડ કંટ્રોની ટીમ વધુ સારી કામગીરી કરી શકશે.

કન્ટ્રોલ રૂમમાં 32 કર્મી ફરજ પર તૈનાત
વલસાડમાં નેત્રમ કન્ટ્રોલરૂમમાં જિલ્લાના 21 સ્થળોએ ગોઠવેલા કુલ 114 જેટલા સીસીટીવી કેમેરાનું કોમ્પ્યુટર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે.અહિં કુલ 32 પોલીસ કર્મીઓ 24x7 વિવિધ 3 શિફ્ટમાં કામ કરી રહ્યા છે.જેમની નજર સ્ક્રીન પર મંડાયેલી રહે છે.

9 ચેકપોસ્ટ બાદ નવા 108 કેમેરા માટે સર્વે
રાજ્યની હદ વિસ્તારની 9 ચેકપોસ્ટ ઉપર સીસીટીવી કેમેરા સહિત વલસાડ શહેરી વિસ્તારના 5 કિમીના વિસ્તારમાં આવતા મુખ્ય માર્ગો,વાપીના માર્ગો ઉપર જિલ્લા પોલીસે ટ્રાફિક અને ટ્રાફિકના નિયમોના અમલ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.જિલ્લા પોલીસ દ્વારા વાપી,ઉમરગામ અને પારડી વિસ્તારમાં પણ કુલ 180 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવા તજવીજ હાથ ધરી છે.જે માટે સર્વે કરવામાં આવ્યો છે. કેમેરા બાદ ગુનાહિત પ્રવૃતિ પર બ્રેક લાગશે.

​​​​​​​મેમો ભરવા વલસાડ-વાપીમાં સુવિધા
જિલ્લા નેત્રમ કન્ટ્રોલરૂમ દ્વારા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને ઇ-ચલણ મોકલ્યા બાદ દંડ ભરવા માટે વલસાડ સિટી પોલીસ મથક અને વાપી ટાઉનમાં સુવિધા પૂરી પાડવામાં આવી છે.આ સાથે ઓનલાઇન જમા કરાવવા માગતા ચાલકો માટે https://echallanpayment.gujarat.gov.in ઉપર ઇચલણ ભરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...