તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતર્કતા:વલસાડ કલેકટરે ધરમપુર અને કપરાડાના ગામો અને ચેકપોસ્ટની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી

વલસાડ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અંગે ગામલોકોને જાગૃત કર્યા

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર તનતોડ મહેનત કરી રહયું છે. ગામડાઓમાં વિસ્‍તરી રહેલા કોરોનાને નાથવા ગ્રામ્‍યકક્ષાએ જ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગામની શાળા, હોલમાં આઇસોલેશન સેન્‍ટર ઊભા કરવામાં આવી રહયા છે. જેથી કરીને સંક્રમિત દર્દીને અલગ રાખી કુંટુબના સભ્‍યોને સંક્રમિત થતા અટકાવી શકાય. અહીં આઇસોલેશન કરાયેલા દર્દીઓને જરૂરીયાત જણાય તો હોસ્‍પિટલમાં દાખલ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવી છે.

જિલ્લા કલેકટર આર.આર.રાવલે તાજેતરમાં જ ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ અને વિરવલ, કપરાડા તાલુકાના માંડવા અને સુથારપાડા ગામોમાં કાર્યરત કરાયેલા આઇસોલેશન સેન્‍ટરની મુલાકાત લીધી હતી. આ વેળાએ સ્‍થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી 'મારૂં ગામ કોરોના મુકત ગામ' બને તે માટે ગામવાસીઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. આ ઉપરાંત કપરાડા તાલુકાના માંડવા અને સુથારપાડા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લઇ ત્‍યાંના ડોકટર્સ અને આરોગ્‍ય કર્મીઓને કામગીરી માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. કલેકટરએ કપરાડા તાલુકાના હુંડા ચેકપોસ્‍ટની મુલાકાત લઇ બહારથી આવતા લોકો આર.ટી.પી.સી.આર. રીપોર્ટ સાથે આવે છે કે કેમ તે અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. આ વેળાએ ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો