નિમણૂંક:વલસાડના કલેકટર સી.આર.ખરસાણ નિવૃત્ત થયા, નવા કલેકટર તરીકે R. R. રાવલ મુકાયા

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે 6 કલેકટર (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ)ની બદલી અને નિમણૂંકના ઓર્ડર કર્યા છે. જેમાં વલસાડના કલેકટર સી.આર.ખરસાણ 31 મે 2020ના રોજ નિવૃત્ત થતાં તેમની જગ્યાએ નવા કલેકટર તરીકે ગાંધીનગર ડીડીઓ આર.આર.રાવલની નિમણૂંક કરી છે.ઇ- ગવર્નન્સ, ઇ-મેઘ અર્લી વોર્નિંગ સિસ્ટમના એવોર્ડ વિજેતા અને કુશળ વહીવટ આપી જિલ્લાનું નામ ગુંજતું કરનાર કલેકટર ખરસાણે આગ‌વી ઓળખ પ્રસ્થાપિત કરી હતી. તેમણે 30 એપ્રિલ-2017ના રોજ વલસાડનો ચાર્જ લીધા બાદ વલસાડથી જ નિવૃત્ત થયા છે.3 વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવનારા કલેકટરોમાં માત્ર સ્વ.મૃદુલાબેન વશી, ઓ.રવિ અને પંકજ કુમાર પછી સી.આર.ખરસાણ અહિં રહ્યા છે.  

અન્ય સમાચારો પણ છે...