તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ગામડામાં ઉછાળો:વલસાડ સિવિલનો વહીવટ ખાડે, 2 યુવક સહિત 3ના મોત

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વધુ 18 કેસ, 14 દર્દી ગ્રામ્યમાં, શહેરના 3 સાથે કુલ કેસ 777, કુલ મૃત્યુ 86
  • સિવિલમાં 2 અને વાપી જનસેવામાં 1નું મોત, દરરોજ દર્દીઓના મોતની ઘટનાથી સારવાર સામે પરિવારજનો આશંકા

જિલ્લામાં શુક્રવારે 18 દર્દી કોરોના પોઝિટિવ મળ્યા હતા,જેમાં 14 દર્દી ગામડાના નિકળ્યા હતા,જ્યારે શહેરી વિસ્તારમાં માત્ર 3 કેસ મળી આવ્યા હતા.હવે ગામડાઓમાં પણ કોરોના વધુ સક્રિય થઇ રહ્યો હોવાની ભીતિ સર્જાઇ રહી છે.લોકલ સંક્રમણનો ભરડો હજી ગંભીર બની રહ્યો છે.શુક્રવારે સારવાર દરમિયાન વલસાડ સિવિલમાં 2 અને વાપીની જનસેવા હોસ્પિટલમાં 1 મળી 3 દર્દી મોતને ભેટ્યા હતા.

લોકલ સંક્રમણથી બચવા ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય
જિલ્લામાં કોરોનાને નાથવાના પ્રયાસો વચ્ચે હજી સંપુર્ણ નાબૂદ કરવામાં તંત્રને સફળતા મળી નથી.તેમાં કોવિડ-19 સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીના પરિવારજનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે.સિવિલમાં દર્દીની સારવારમાં ભારે બેદરકારીના આક્ષેપો વચ્ચે દરરોજ દર્દીઓના મોતની ઘટનાઓને લઇ સિવિલ તંત્ર સામે પરિવારજનોમાં રોષ ઠાલવી રહ્યા છે.આ સમગ્ર ઘટનાઓ વચ્ચે શુક્રવારે જિલ્લામાં વધુ 18 કેસ સામે આવ્યા હતા.જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 14 કેસો નોંધાયા હતા,જ્યારે શહેરી વિસ્તારમાં માત્ર 3 કેસ આવતા કુલ કેસનો આંકડો વધીને 777 પર પહોંચ્યો છે.જ્યારે સિવિલમાં 2 અને વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલમાં 1 દર્દી સહિત 3ના મોત થતાં મૃત્યાંક 86 થઇ ગયો છે. લોકલ સંક્રમણથી બચવા ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય બન્યુ છે.

આ 3 દર્દી કોરોનાનો ભોગ બન્યા
વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન ડુંગરી વાસણના 78 વર્ષીય વૃધ્ધ,અબ્રામા વાવ ફળિયાના 30 વર્ષીય યુવાન અને વાપીની જનસેવા હોસ્પિટલમાં ઉમરગામ ભંડારી સમાજની વાડી સામે રહેતા 48 વર્ષીય દર્દીનું મોત થયું હતું.ડેથ ઓડિટ કમિટિના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ નક્કી કરાશે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

તાલુકોગામ/સ્થળઉમરપુ/સ્ત્રી
વલસાડસ્કૂલ ફ.ચિંચવાડા26પુરૂષ
વલસાડમસ્જિદ ફ.પારનેરા31પુરૂષ
વલસાડવાસણ ડુંગરી78પુરૂષ
વલસાડઆરાધના સો.હાલર રોડ52પુરૂષ
વલસાડકાઝીવાડ,મોટાબજાર31પુરૂષ
પારડીનાનીકોળીવાડ,કિકરલા30સ્ત્રી
પારડીમોગરાફ‌‌ળિયા રેંટલાવ30સ્ત્રી
પારડીમોગરા ફળિયા,રેંટલાલ78પુરૂષ
પારડીચીવલ,ડુંગરી ફળિયા21પુરૂષ
વાપીભગત ફળિયા,વંકાસ37સ્ત્રી
વાપી401,રાજમોતી,છરવાડા72સ્ત્રી
વાપીદૂર્ગા બિલ્ડિંગ,કંચનનગર38પુરૂષ
ઉમરગામબલારિયા કોલોની,ટિંભી57પુરૂષ
ઉમરગામવિનોદચાલ,કચીગામ42પુરૂષ
ઉમરગામકાદવ ફ.વલવાડા44પુરૂષ
ઉમરગામમાછીવાડ,નારગોલ22પુરૂષ
ઉમરગામશુભમ રેસિડન્સી52પુરૂષ
કપરાડાઅસલકાટી,મૂળગામ30પુરૂષ

તાલુકાવાર કોરોના ગ્રાફ

તાલુકોકેસએક્ટિવડિસ્ચાર્જમૃત્યુ
વલસાડ2305915021
પારડી104306014
વાપી3022923439
ઉમરગામ5815358
ધરમપુર170161
કપરાડા255200
જિ.ના કુલ73613851583
જિ.બહારના412363
કુલ77714055186

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...