સમસ્યા:વલસાડ સિટી પોલીસ મથકે રોપા ખડકાયા, વૃક્ષારોપણ ક્યારે

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ સીટી પોલીસ મથક અને આજુબાજુના વિસ્તારોમાં પર્યાવરણની જાળવણી માટે 250 જેટલા છોડ આપવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસ ઉપરાંતથી છોડ સીટી પોલીસ મથકની બહાર પડી રહ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓને વૃક્ષારોપણ કરવાની ફુરસતની રાહ જોઈ રહ્યા છે.

વલસાડ શહેરમાં ટ્રાફિકના પ્રદૂષણથી લોકોને બચાવવા અને પર્યાવરણની જાળવણી માટે સંબંધિત વિભાગ દ્વારા સીટી પોલીસ મથકે તેમજ આજુબાજુના વિસ્તારોમાં 250 જેટલા છોડના રોપા આપવામાં આવ્યા હતા. સીટી પોલીસ મથકને છોડ આપ્યાને 3 દિવસથી વધારે સમય થઇ ગયો છે. હજુ સુધી પોલીસ જવાનો દ્વારા છોડને રોપવામાં આવ્યા નથી. વલસાડ શહેરમાં રહેતા પર્યાવરણ પ્રેમી લોકો વહેલી તકે છોડને રોપવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...