બાકી વેરો કોણ વસૂલશે?:વલસાડ શહેરની સરકારી કચેરીઓનો લાખો રૂપિયાના વેરાની વસૂલાત બાકી

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલી કેટલીક સરકારી કચેરીઓના વેરા બાકી હોવાની રજૂઆત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં આવેલી કેટલીક કચેરીઓમાં 10 વર્ષ ઉપરાંતથી વેરા ભરવામાં આવ્યા નથી. જેને લઈને નગર પાલિકાને અંદાજે 2 કરોડથી વધુની આવક ગુમાવી પડી છે. વહેલી તકે તમામ સરકારી કચેરીમાં નગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

બાકીવેરાની વસૂલાત થાય તો 2 કરોડની આવક થઈ શકે તેમ છે
વલસાડમાં આવેલી સરકારી કચેરીઓના લાખો રૂપિયાના વેરા બાકી હોવાથી પાલિકાના સભ્ય ગીરીશભાઈ દેસાઈએ આજરોજ પાલિકાની સામન્ય સભામાં રજૂઆત કરી હતી. સાથેજ જણાવ્યું હતું કે, આ સરકારી કચેરીઓમાં વર્ષોથી બાકી રહેલા વેરાની વેહલી તકે રિકવરી કરવામાં આવે તો પાલિકાને આશરે 2 કરોડથી વધુની આવક આવી શકે તેમ છે. અને વર્ષો સુધી બાકી રહેલા વેરા વેહલી તકે ભરપાઈ થાય તેવી માંગ કરી હતી. આ સાથેજ વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર, રેલવે યાર્ડ અને સીટી પોલીસ લાઈન તેમજ વલસાડ રેલવે ઓફિસ, વલસાડ રેલવે પોલીસ મથક સહિત અનેક સરકારી કચેરીમા વર્ષો સુધી વેરાની ભરપાઈ થઈ નથી. તો વેરા વસુલાતની કાર્યવાહી ઝડપે શરૂ કરવી જોઈએ અને પાલિકામાં તેના પૈસા જમા કરાવવા જોઈએ.

રેલવે વિભાગનો વર્ષ 1983 બાદનો વેરો બાકી
વલસાડ નગર પાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન અને ઇસ્ટ અને વેસ્ટ યાર્ડ સૌથી મોટો વિસ્તાર રેલવે વિભાગ હસ્તક આવ્યો છે. નગર પાલિકાને 1983માં વેરો ચૂકવ્યા બાદ રેલવે વિભાગે એકપણ રૂપિયો ચૂલાવ્યો ન હોવાથી રેલવે વિભાગ પાસે નગર પાલિકાએ લાખો રૂપિયાનો વેરો બાકી છે. પાલિકા દર વર્ષે નોટિસ મોકલે ત્યારે પાણી અને ડ્રેનેજ લાઈન અમારી પોતાની હોવાથી નગર પાલિકાને રૂપિયા ચીકાવવાના આવતા નથી તેમ નગર પાલિકાને જણાવી વેરાની ભરપાઈ રેલવે વિભાગ દ્વારા કરવામાં નથી આવતી તેમ નગર પાલીકાના ઈજનેર રમણભાઈ રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...