તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Valsad Businessman Rajju Shroff Handed Over A Check Of Rs 5 Crore To Mohan Bhagwat For The Construction Of Ram Mandir At An Event In Mumbai.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ મંદિર માટે દાન:વલસાડના ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફે મુંબઈમાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતને રામ મંદિર નિર્માણ માટે 5 કરોડનો ચેક અર્પણ કર્યો

વલસાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપીના પાયાના ઉદ્યોગપતિ અને વાપીની UPL લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફ છે

વલસાડના વાપી GIDCના અગ્રણી પાયાના ઉદ્યોગપતિ અને UPL લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફે મુંબઈ ખાતે સંઘના રામ મંદિર સમર્પણ નિધિના એક કાર્યક્રમમાં મોહન ભાગવતને રૂ.5 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. અયોધ્યાના રામ મંદિરના નિર્માણ માટે આપી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

વલસાડ જિલ્લાના વાપી GIDCના અગ્રણી અને વાપીના પાયાના ઉદ્યોગપતિ અને વાપીની UPL લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફ કે તેઓ વલસાડ જિલ્લા રામ મંદિર સમર્પણ નિધિના ચેરમેન પણ છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા રામ મંદિર સમર્પણ નિધિના રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંધના સંચાલક મોહન ભાગવતના અધ્યક્ષ સ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં રજ્જુ શ્રોફ અને તેમના પરિવારે અયોધ્યાના રામ મંદિર નિર્માણ માટે 5 કરોડનો ચેક સંઘના પ્રમુખ મોહન ભાગવતને અર્પણ કર્યો હતો.મોહન ભાગવતે રજ્જુ શ્રોફના યોગદાનને સ્વીકાર કર્યો હતો. વલસાડ જિલ્લાના રામ મંદિર સમર્પણ નિધિના ચેરમેને રામ મંદિર નિર્માણ માટે 5 કરોડનું યોગદાન આપીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો