તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:ગત ચૂંટણીઓમાં કોંગ્રેસનો પ્રચાર કરતાં ઉમેદવારને ભાજપે ટિકિટ આપતાં વલસાડના ભાજપના મહામંત્રી હરેશ પટેલે રાજીનામુ આપ્યું

વલસાડ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહામંત્રી હરેશ પટેલે રાજીનામું આપતાં ભાજરની મુશ્કેલીઓ વધી
 • ઉમેદવારની પસંદગીને લઇ હરેશ પટેલ હતા નારાજ

વલસાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વલસાડ તાલુકાના ભાજપના મહામંત્રી પદેથી હરેશ પટેલે રાજીનામુ આપતા ભાજપમાં ભૂકંપ આવી ગયો છે. જિલ્લા પંચાયતની કલવાડા બેઠક ઉપર ભાજપે પસંદ કરેલા ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હોવા છત્તા તેવા ઉમેદવારને ટિકિટ મળતા તાલુકા ભાજપના મહામંત્રી પદેથી હરેશ પટેલે રાજીનામુ મૂકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પાર્ટીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરતાં ઉમેદવારને આપી ટિકિટવલસાડ તાલુકા ભાજપમાં મહામંત્રી તરીકે સેવા આપતા હરેશ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે કલવાડા બેઠક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ ઉપર ભાજપે જે મહિલા ઉમેદવારોની પસંદગી કરી છે. તેના પતિએ ગત ચૂંટણીઓમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરીને કોંગ્રેસના ટેબલ ઉપર કામ કર્યું હોવાથી તેઓએ ઉમેદવાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી.

હરેશ પટેલે નારાજગી વ્યક્ત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર કોંગ્રેસના સમર્થનમાં કામ કર્યું હોય તેવા પરિવારને ટીકીટ આપતા પોતાની નારાજગી વ્યક્ત કરીને સોમવારે વલસાડ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામુ તાલુકા પ્રમુખને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો