તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડમાં બેચર રોડ ઉપર ફરીથી બાકી રહેેલા રોડમાર્જિનના ગેરકાયદે દબાણો દૂર કરવા ડિમોલિશનની તૈયારી તેજ કરી દીધી છે.આ કાર્યવાહી પહેલા આરએન્ડબી,પાલિકાએ સોમવારે માર્જિનને પકડી માર્કિંગ કરી દેતાં દબાણકર્તાઓમાં ભારે ફફટાડ પેસી ગયો હતો.પાલિકાએ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા કડક સૂચના આપી છે.જો તેમ ન થાય તો મંગળવારે ડિમોલિશનની ચીમકી આપવામાં આવી છે.
વલસાડ કુંડી ફાટકથી રેલવે ઓવર બ્રિજ સુધી વલસાડ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેને ફોરલેન કરાયા બાદ શહેરના બેચર રોડ પર કેટલાક દબાણોના કારણે કામગીરી બાકી રહી હતી.આ રોડ લીલાપોરથી દશેરા ટેકરી થઇ રેલવે ઓવરબ્રિજ સુધી ધમધમતો રહે છે.જેને પહોળો કરવા માટે રોડ માર્જિનમાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે જરૂરિયાત ઊભી થઇ હતી,પરંતુ જે તે સમયે આ કાર્યવાહી લંબાતા દબાણ યથાવત રહ્યા હતા.
જે દૂર કરવા માટે વલસાડ પાલિકા,આરએન્ડબીએ બેચર રોડ ઉપર મ્યુનિસિપલ સ્કૂલ સામેની લાઇનમાં રોડ માર્જિનમાં આવતા દબાણો દૂર કરવા પાલિકા અને આરએન્ડબીની ટીમે દબાણો દૂર કરવા માર્કિંગ કરી ત્યાં સુધીનું દબાણ દૂર કરી દેવા સૂચના આપી હતી.
પાલિકા સિટી ઇજનેર હિતેશ પટેલ અને સ્ટાફે માર્કિંગની કાર્યવાહી પૂરી કરી દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે વધારાના દબાણો, પતરાં, શેડ, છાજિયા, ઓટલાનું બાંધકામ દૂર કરવા તાકીદ કરી છે. જો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરાશે તો પાલિકા દ્વારા મંગળવારે ડિમોલિશન કરાશે તેવી ચીમકી આપી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.